________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપ્રદેશ.
૮૭૧
જેટલી તીવ્રવેગથી ઇદ્રિના વ્યાપાર રેકીને શુદ્ધ ભાવના ભાવશે તેટલા અંશે તમે સિદ્ધત્વપણાને પામતા જશે. એવી ભાવનાથી ક્ષણે ક્ષણે આત્મપ્રદેશથી કર્મની વગણુઓ ખરે છે. વાંચીને વિચારી જવું. વિચારીને સ્થિર ઉપયોગ કરી પૂર્ણ બળથી ધ્યાન કરવું તેથી એવા ઉત્તમ જ્ઞાનને ક્ષ૫શમ જામશે કે તે તમને અન્યભવમાં જેવી સામગ્રી જ્યાં મલે ત્યાં મૂકી દેશે.
બાહ્ય ઈન્દ્રિયો અને મનને વ્યાપાર બન્ધ કરીને જે આત્મજ્ઞાનથી ધ્યાન કરવાનું છે, તે ધ્યાનથી સિદ્ધના સુખની વાનગી ભોગવાય છે. જ્યાં સુધી સામગ્રી છે ત્યાં સુધી કરાય તેટલું કરી લ્યો. આ ભવમાં ઘણું થશે. આત્મ રમણતાના અભ્યાસ વિના આત્મસુખ અનુભવાતું નથી, અને તે વિના આત્મરમણતાની લય લાગતી નથી. માટે આત્મસ્વરૂપમાં જાગ્રતપણે રહો.
રાગદેષ ક્ષય કરવા હોય તો અન્તસ્માં રમણતા કરે તે ધ્યાન વખતમાં તે રાગદેષ થતા નથી, અને વળી આત્મબળ વધે છે, તેથી રાગાદિ વિકારેનું જોર હડે છે. આત્મા પિતાને કહે છે, લખે છે, અને પોતેજ વતે છે.
અન્તરમાં ઉપયોગથી રહો. બાહ્યમાં છતાં અન્તમાં રહેવું એ આત્મા ઉપર પરમ પ્રેમ વિના બનતું નથી. આત્મ સ્વભાવે ધર્મ છે એજ. 98 રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
( તા. ૨૮-૫-૧૮૯ ).
અમદાવાદથી—વિ. હાલમાં તમારે પત્ર નથી. આ શરીરને કાંઈ મુખની વ્યાધિ થઇ હતી. તે હવે શાન્ત થઈ છે.
વિ. ............ સમાચારવાળે ખરાબ લેખ લખે છે. અન્ય લેખકો ઉત્તર આપે છે. તોપણ આ વ્યક્તિ શિર ઠેકી બેસાડે છે. એમાં મને તે કંઈ નથી. દીવાળીના દિવસોની પેઠે સમભાવે કીર્તિ અપકીર્તિ હેલના દાય અને અન્તમાં અજવાળું રહે ત્યારે જ જ્ઞાનની કસોટી, ત્યારેજ સમાધિ અવસ્થા. તેવી સ્થિતિમાં વિશેષતઃ પ્રાયઃ રહેવાય છે. એજ આનંદને દિવસ. એજ સ્વભાવ રમણતા. અશુભને ઉદય કટુકરસ સમાન ઉદય પામ્યો છે, છતાં સમભાવે વેદાય છે. શુભરસ કરતાં અશુભરસ વેદતાં આત્મજ્ઞાનની ખરી કસોટી થાય છે, આનંદ છે. બને તે અત્ર શનિવારે આવી
For Private And Personal Use Only