________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૬૭
મ
-
-
-
-
-
-
-
-
-
-
ત્રતા ભવિતવ્યતા પ્રતિબંધક છે. એ પ્રતિબંધકપણું વિઘટે ત્યારે આત્મ સાક્ષાત્કાર થાય છે. આત્મ સ્વરૂપ દ્રષ્ટાને સુખદુઃખ ઉપર પણ સમત્વનું ભાસે છે. આત્મજ્ઞાનોને આધિ વ્યાધિ ઉપાધિ પણ સંતાપ કરી શકતી નથી. સૂર્યોદયે અંધકાર કયાંથી? બહિરાત્મભાવે થયેલા અઘોરી છે કદાપિ બાહ્યભાવે ઉન્નતિ માટે અહર્નિશ મથતા હોય પણ તેમને અંતરાત્મનું સ્વપ્ન પણ ક્યાંથી આવે? શું કર્મની વિચિત્રતા ! કર્મના યોગે વાયુથી જેમ તૃણ ભમે તેમ જીવ ભમે છે. કેટલી આત્માની દીનતા? શું હવે આ શરીરમાં રહેલે આમાં તેને તેવો રહેશે? આ શરીર પ્રાપ્ત કર્યા બાદ મોહ નિદ્રામાંથી કયારે જાગશે ? કેટલો સમય લેખે થયો? હવે શું થશે ? આત્માની દીનતા શું ગાડી ઘોડા દોડાવ્યાથી, હરવા ફરવાથી, જગતની મોટાઈથી નાશ પામશે? ના કદી પણ નહિ પામે.
પુરૂષાર્થયેગે નિશ્રયદષ્ટિ, હૃદયમાં ધારણ કરી વ્યવહાર માર્ગે આચરણું કરી પરમાત્મપદધ્યાનમાં અહર્નિશ રમાથી શાશ્વત પદ આત્મા પામશે, માટે તેની કહેણું રહેણું તત્પદ સાધ્યતા સતત હદયમાં સ્થિર થાઓ. એજ સાધ્યપદની પરાકાષ્ટા.
| ( તા. ૨૦-૪-૧૯૦૪)
મહેસાણાથી લે–વિત્ર આત્મહિતાર્થે પરઉપાધિ નિરર્થક જાણી ભવ્યાત્માઓ સ્વદેશોન્નતિ માટે એકાગ્ર ચિત્તથી પરમાત્મપદ ધ્યાનમાં રમે છે. સિદ્ધાંતાનુસાર આત્મસ્વરૂપને પામ્યા એવા જ્ઞાની પુરૂષોએ આત્મમહત્તા સ્વીકારી છે, પિતાથી જેનો ઉત્પાદ તેને પિતાનાથી નાશ. સ્વસ્વરૂપ અન્યથી થતું નથી. અન્ય સ્વરૂપ પિતાનું થતું નથી. કર્મધારી ચેતનની પ્રવૃત્તિ પિતાનામાં સમાયતો મોક્ષ, ચેતનની પરમાં પ્રવૃત્તિ તેજ બંધ, બંધ અને મોક્ષ આત્મસ્વરૂપે રમતાં યથાર્થ ભાસે છે. પિતાની પોતાના સ્વરૂપે રમણતા ક્ષણ માત્ર પણ કયાંથી?
ધૂમના બાચકાસદર સંસારની ક્ષણિક વસ્તુમાં શાથી મોહ? અવિનાશી સ્વસ્વરૂપની કાણુ ઉપેક્ષા કરે ? અજ્ઞાની પરતંત્ર, જ્ઞાની સ્વતંત્ર, ઉપાધિથી દુઃખ અને નિરૂપાધિથી સુખ. જ્યાં સ્વદેશેન્નતિ ત્યાં પરદેશન્નતિ હેય વા નહિ.
For Private And Personal Use Only