________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
લોકાથી લે–વિવિકલ્પસંકલ્પનાશક, સંવેગાદિ ગુણવાસક, અનંતાત્મગુણુપ્રકાશક, સ્વભાવપ્રકાશક, પરમરૂપ સ્થાપક, દ્રવ્યગુણપર્યાય સ્વરૂપ, આત્માના અનંતગુણે તે રૂપ ધર્મને લાભ સાદિ અનંતમાં ભેગે અનુભવજ્ઞાનથી પ્રાપ્ત થાઓ. સ્વપર આત્મા કે જેની અભેદતા ગુણથી છે, તેનું આત્મભાવે સ્મરણ કરવું એજ ઈષ્ટ છે, સ્વાદાદજ્ઞાન સૂર્યની પિઠે પદાર્થોના યથાતથ્ય સ્વરૂપને વર્ણવે છે, એ સ્યાદાદ જ્ઞાન જરા આત્માથી પણ દૂર નથી. પાસે સમજે તે પાસે છે, ને દૂર સમજે તે દૂર છે. પણ આત્માનું સ્વરૂપ સ્વયમેવ સ્યાદાદે કરી પ્રગટાય છે. જ્યાં સુધી અંતર્દષ્ટિથી આત્મસ્વરૂપ જોવામાં આવતું નથી, ત્યાં સુધી બહિરાત્મપણું છે ત્યાં સુધી સમયે સમયે કર્મની વગણએ ગ્રહણ કરી નીચગતિનરકગમન કરી આત્મા પિતાને અનંત દુઃખને ભક્તા બનાવે છે.
રાજા, રંક, શેઠ આદિ સર્વ બહિરાત્મને પદ્ધવ્યનું સ્વરૂપ સમજ્યા વિના અનંતશરીર મૂકે છે અને રહે છે. તેમાં વળી આ શરીર પણ એક વધારે, જન્મની સાથેતા કોઈ વિરલાજ કરી શકે છે. અંધાધુંધ વ્યવહારની જાળમાં સપડાયેલા ભવ્યાત્માઓની ચતુરાઈ ચારગતિભ્રમ અર્થે થાય છે. આત્મસાધક વધુ અંતર્દથિી અંતરાત્મસૃષ્ટિ નિહાળી અનહદ આનંદ ભેગી બને છે. વ્યવહારની કલ્પના જાળ છે તે આ મારૂં, આ તારૂં એવા પ્રત્યયથી આત્માની અધોગતિ કરાવે છે, અને આ આત્મા બહિર્ભાવે અનેક પ્રકારના પ્રયત્ન કરે છે. અનેક તરંગોથી તરંગિત થાય છે. ક્ષણ માત્ર પણ આત્માના સ્વરૂપનું ચિંતવન કરતું નથી. તે કહે કે આત્માના દરેક પ્રદેશ લાગેલી અનંતકર્મની વર્ગણાઓ શુકલધ્યાનયોગ વિના કેમ દૂર થઈ શકે? કેટલી મંદભાગ્યતા અંધાધુંધ? બહિર્ ઉન્નતિથી આત્માની ઉન્નતિ કેમ થઈ શકે ? જ્યાં બહિર્ દષ્ટિ ત્યાં કર્મ અને જ્યાં અંતર્દષ્ટિ ત્યાં આપયોગતા. છૂટવું અને બંધાવું આત્માના સ્વાધીનપણમાં છે. કર્મને કર્તા પણ આત્મા અને ભક્તો પણ આત્મા. જ્યાં આર્તધ્યાન અને રોદ્ર ધ્યાનના પ્રવાહે અનંતશઃ વહ્યા કરે ત્યાં પરમાત્મપદસાધકપણું મુનિ વા શ્રાવકને કર્થ ( કેવી રીતે ) હેઈ શકે? જળમાં પંકજની પેરે સંસારમાં વર્તતાં છતાં પણ તેથી અલિપ્ત રહેવું એજ મહાપુરૂષોને મહાતંત્ર જગત તારક અને સુખકારક છે. જગતની ચંચલતા આત્મસ્વરૂપે વિચારતાં સ્થિરરૂપે ભાસે છે. કર્મને વિચિત્ર સ્વભાવને ધારણ કરનારાઓને આ વચનામૃત એક સરખું શી રીતે પરિણામે ? એક સરખું જ્ઞાન થવામાં કર્મની વિચિ
For Private And Personal Use Only