________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
જ્યાં જશો બેલશે રમશે ત્યાં ઉપાધિ, ઉપાધિ, ઉપાધિરહિતપણું કેવળ આત્મદશામાં છે તેની કુંચી પ્રાપ્ત કરે.
ચિંતામણિ સમાન મનુષ્યજન્મને ફોગટ ગુમાવવો એગ્ય છે? ભાઈ !!! કર્મથી શાતા અશાતા ઉત્પન્ન થાય છે. કોઈ જગતમાં મિત્ર નથી કોઈ શત્રુ નથી. હાલા વરીમાં ભિન્ન બુદ્ધિ, અજ્ઞાનથી થાય છે.
ભાઈ !!! હજી જે માર્ગ હસ્તગત કરવાનો હતો તે બાકી છે, યોગ્યતાને વિચાર કરે, સાધનામાં પ્રયત્ન કરે. સત્યમાર્ગ ગ્રહણ કરે. પ્રિય સત્ય વચન વદો. ગંભીરતા સમાન ગુણ નથી. જે કાયામાં રહીને તમે બોલે છે તથા નામ ધરાયું છે તે નામ વા અપર સવ નામ અસત્ય છે. આ કાયાની હાલ દેખાય છે તેવી દશા નહિ રહે. આત્માને પરભવમાં જવું પડશે. શરણ, ધર્મ વિના કોઈનું નથી. ભાઈ ! સત્ય કહું છું. સત્ય માન ! માન્યા કરતાં વારંવાર યાદ રાખ, સુખતે આત્મામાં . બાહિરની ઉપાધિની પ્રીતિ દૂર કર. ગુરૂગમદોરીથી મોક્ષમહેલમાં ચઢવાને સમય પુનઃ પુનઃ નહિં મલે. સંગત તેવી અસર.
વિષય વિષે સરખા જાણે! આત્મા શરીરની અંદર છે. તેનાથી પ્રીતિ કર. બાકી સર્વ પ્રીતિ અસત્ય છે અને તે અનંતવાર થએલી છે એમ જાણુ. જ્ઞાની વયન અસત્ય હાય નહિ. હે મુમુક્ષુ ! તરણું તારણુ ગુરૂરાજનું અવલંબન કર. મિત્ર, સી, શરીર, ધન ઉપર ખરી પ્રીતિ જેને છેજ નહિ. તેવાઓની સાથે પ્યારથી સત્યથી વર્તવું એટલું બસ છે. શું કયુ? શું કરશો ? જાગો ! ધર્મ સાધન કરે. સત્ય સંભારે ! ધારે ઈયેવં શ્રી. શાંતિઃ શાન્તિઃ શાન્તિઃ
બાહ્ય પ્યારમાં પડી સત્ય આલંબનભૂત દેવગુરૂને વિસરીશ નહિ. શરીર છે ત્યાં સુધી હજી હું કહું છું. પશ્ચાત ભાઈ ! તમને કોણું લખશે ? ખરેખર સત્ય જણ. ભાઈ ! જીવન અમૂલ્ય છે. અલેખે ગુમાવીશ નહિ. ધર્મલાભ તમને હૃદયમાં વંચાઓશ્રી શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
For Private And Personal Use Only