________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬૨
પત્ર સદુપદેશ.
કાળ નિર્ગમે છે તે શાશ્વતપદ પામ્યા, પામે છે ને પામશે. સ્વપરને એજ અભિલાષા છે. ઇતિ શ્રી શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
સં. ૧૮૬૦ કારતક સુદિ ૧૩.
વિજાપુરથી લેવ—વિ. તમારે પત્ર તથા મેકલેલા પુસ્તક આવી પહોચ્યાં છે. અત્રે આવતી કાલે શ્રીકમલવિજયસૂરીશ્વરાદિ ૧૩ ઠાણ આવવા વકી છે. અત્રે સ્થિરતા થવી અગર ન થવી તે નક્કી નથી. શાસ્ત્રીજી હજી સુધી આવ્યા નથી અને તે ખરૂં. આત્મધર્મમાં પરમાર્થતાએ સુખદષ્ટિ લક્ષી તેમાં ક્ષણે ક્ષણે ઉપયોગ દઈ વર્તવું. એ આત્મસાધક ભવ્યાત્માનું હિત લક્ષણ છે. રત્નચંદ્ર તથા ઝવેરભાઈને ધર્મલાભાશીઃ અનુભવપંચવિંશતિ પૂર્ણ થશે. અધ્યાત્મશાંતિગ્રંથ સમાપ્ત થશે. . રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
તા. ર૦-૧૨૧૪૦૩
માણસાથી લે--વિ ડુંગરપુર સુધી વિજાપુરના સંધમાં આવવાનું થયું છે. પિષ વદિ ૭ મે કેશરીયાળ પહેચાશે. ત્યાં ૬-૭ દિવસ સુધી ટકવાનું થશે. પત્ર લખે તે ત્યાં લખશે.
ભાઈ સંસાર અસાર છે એમ હૃદય હવે કહી આપે છે. જે કહી આપે છે તે કેમ અસારમાંથી સાર ખેંચી કાઢતા નથી ? હજી સંસારની જે જાળમાં બરાબર ફસાવાનું થયું નથી પણ વાનગીને રવાદ છવ ચાખ્યા કરે છે. તેવા સમયમાં હદય ધર્મ માર્ગમાં શી રીતે વળશે ?
ચંચલતા દેડાવે છે, વચન વશમાં નથી. શું કરવું ક્યાં જવું શું કહેવું, શા ઉપાય લેવા તે વિચાર ! !! ભાઈ ! ખરૂં સુખ સંસારની જંજાળમાં સ્પી. ખરેખર આત્મામાં છે. હે આય ! હજી સમજ્યા તે ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણો. સ્ત્રીધનાદિ સર્વ સંસારની માહિતી છે. પ્રેમ સર્વ કૃત્રિમ અસત્ય છે. કોઈ કોઈનું નથી. હે આર્ય !!! સત્સમાગમ વિના સંસારસમુદ્ર તરાશે નહિ,
For Private And Personal Use Only