________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સંપદેશ.
સાણંદથી લે–વિત્ર મનુષ્ય જન્મ સાનુકૂળ અને પ્રતિકુળ સંગોથી ભરપૂર છે. સુખ અને દુઃખ વાદળછાયા પેટે આવે છે અને જાય છે. તેનું કર્તવ્ય એ જ છે કે ભવ્યોને સુખ દુ:ખ પડતાં તેઓને સમભાવ વચ્ચે પસાર થવા શિખવવું. દુઃખના સગામાં છવ સમભાવી બને છે તે ઉચ્ચ દશા વૃદ્ધિ પામે છે. મનમાં સારા અને નઠારા વિચારોનું યુદ્ધ થયા કરે છે. તેમાં સારા વિચારનું પ્રાબલ્ય વધતાં નઠારા વિચારો ટકી શકતા નથી. આખા જીવનને બગાડનાર ભવિષ્ય ચિંતા છે. કાળની ખબર કોને છે ? પ્રિય ભવ્ય ! તમારી જીંદગી ગમે તે અવસ્થામાં હોય તેની ચિંતા ન કરે. પણ જરા દુખો વેઠવાની ટેવ પાડે. દુઃખની પાછળ સુખ રહ્યાં છે. જીવને ધર્મ નથી. મનુષ્યજન્મ શ્રેયસાધક તમે અનેક પ્રકારનાં શોકનાં કકડાં ગૂંથતાં અચકાઓ. તમારે આત્મિકધર્મ તમારાથી દૂર નથી. હરિશ્ચંદ્ર, પાંડે, રામ, નળ વગેરેની દુઃખાવસ્થા આગળ તમારી દુઃખાવસ્થા હીસાબમાં નથી. નશીબ સારું થતાં સ સારું થાય છે. આનંદના વિચાર કરે. શત્રુ ઉપર પણ કરૂણ લાવે. હમારી જીંદગી તેથી સુખવાળી થશે. ભવ્ય! ! ! ધર્મ લાભ.
ઈતિ શ્રી. શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
વિજાપુરથી લેવ—વિ. તમારે પત્ર વાંચી સમાચાર જાણ્યા. અત્ર પણું તેમજ વરસાદની ધામધૂમ હતી. પંચમકાળ છે. આયુષ્યની સ્થિતિનું ભાન નથી. સર્વ ક્ષણિક પદાર્થોથી નિલેપ રહેવું એ આત્માર્થીનું કર્તવ્ય છે. માયાના પાસમાં ફસાવું એજ મહાબંધન છે. દાસી ભાવે ધિરાગી વર્તે છે. હું અને મારું એ બ્રમતાનું સ્વરૂપ આત્માને ભ્રાન્તિમાં ભમાવે છે.
મહારોગની બિમારી, જન્મ જરા મૃત્યુથી વધે તેમ નથી. માટે આત્મિકધમ ઉપર ક્ષણે ક્ષણે લક્ષ આપવું એજ પરમપુરૂષાર્થ પરમકર્તવ્ય છે. ઇતિ શ્રી. શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
તા. ૮-૫-૧૯૦૪
ક
ક
For Private And Personal Use Only