________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
ભવ્યાભવ્ય સ્વભાવનું, આત્મદ્રવ્ય છે સ્થાન; પરમ સ્વભાવી આતમાં, જાણુતાં ભગવાન. સ્વભાવ એકાદશ કહ્યા, આતમદ્રવ્ય મઝાર; અન્ય પંચમાં લાગતા, સમજે ગુરૂગમ દ્વાર. ચેતન અચેતન મૂર્તિને, અમૂર્ત તુર્થ સ્વભાવ; એકાનેક પ્રદેશ તિમ, સમજે શુદ્ધ ભાવ. અશુદ્ધ વિભાવને જાણિયે, ઉપચરિત દશને જાણ; પદ્ધચ્ચે એ લાગતા, જાણુંનાં દુઃખ હાણ. ત્રિપદી જાણું પરિહરે, જ્ઞાતાથી અન્ય વ્ય; જાણીને જે પરિહરે, પામે શિવપુર ભવ્ય. એકને ત્યાગી એકની, સંગે રહે જેહ; ચારને ઇડી પાંચને, પામતાં શિવગેહ. બેલે તેને પરિહરે, નહિં બોલ્યાથી રાગ; કરતે નિશ્ચયનયથકી, લાગે નહિ તસ ડાઘ. ચાલે તેને પરિહરે, હસતાથી નહિ પ્રીતિ; પંચને ત્યાગી પંચને, ધ્યાતાં નહિં ભવભીતિ. બેને ભમા નહિ ભમી, બેને કરતા સંગ; બેની સંગે ઝીલતે, તસ આગળ શું ગંગ. સામાં નહિં સૌથી સદા, રમત જેહ સદાય; તેને જાણે તેહની, મુકિત શિધ્ર કહાય. બે ચક્ર રથ બેસીને, શિવપુર માર્ગ ચલાય; ઇડી એકને જે ગ્રહે, તમ મુક્તિ નહિ થાય. આદિ અંત જેને નહીં, જેને આદિ અંત; દયનેયે જે જાણશે, તે વિરલા જગ સંત. સાત સાત જેમાં રહ્યા, રહેતાં જાણે જેહ; કર્મકુપમાં ના પડે, ધર્મ સમજે એહ. પાંચ થકી જ દો પડી, ઉો જે આકાશ: આધિનંત શિવ૫દ વહે, તેને હું છું દાસ,
For Private And Personal Use Only