________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૦
પત્ર સપદેશ.
આત્માની સ્થિતિ વર્ણન કરવામાં શું વિશેષ? વિશેષે તે એજ છે કે આત્માના અસંખ્યાત પ્રદેશ છે, દરેક પ્રદેશે કર્મની અનંતી વગણાઓ લાગી છે તે દૂર થઈ જાય અને કર્મ દૂર થતાં આત્મા તે ઉન્નાભાપર્વ પામે. એજ મહા આકાંક્ષા પુરૂષાકારથી સિદ્ધ થાઓ. પૃથ્વીમાં ઘણું જીવે છે તે દરેકની પ્રવૃત્તિ કર્મના યોગે જુદી જુદી ભાસે છે. તેમની પ્રવૃત્તિ જોઈ આપણે વિચારવું કે હે ચેતન ! કમ રાજાએ જીવોને જુઓ કેવા ફસાવ્યા છે ? ને કંઈ વાંક નથી. એ વાંક સર્વકર્મપ્રકૃતિયોનો છે. કેટલાક જીવને કર્મ પ્રકૃતિએ વાંદરારૂપ બનાવ્યા છે. કેટલાક જીવોને કર્મપ્રકૃતિએ કુતરારૂપ બનાવ્યા છે. એમ સર્વ જીવોને કર્મપ્રકૃતિએ જુદા જુદા રૂપે બનાવ્યા છે. તોપણ એવું જાણ્યા છતાં જેમાં પાછા રાગદ્વેષ વ્યાપે છે. જેને કર્મ રાજાએ એવી રીતે ફસાવ્યા છે કે કઈ ભાગ્યવંત છવ કર્મરાજાના ફંદમાંથી છૂટી જાય. કર્મના ફંદમાંથી છૂટવાને એક મોટે ઉપાય ગુરૂમહારાજ એમ બતાવે છે કે આત્માઓ તમે સ્વસ્વભાવમાં રમતા કરે, અને પરભાવને ત્યાગ કરે છે તો તમારું શુદ્ધસ્વરૂપ પામી શકશે. જે જીવો પરમાત્મપદ પામ્યા છે. પામે છે ને પામશે તે સર્વ કરમાવ રમણતાથી જ. એ વિના મુક્તિપદ પામવાને બીજે કઈ માટે ઉપાય નથી. પિગલિક સુખને દુઃખ કરી માનવાં, અને આત્મિક સુખ પ્રાપ્ત કરવા
જે જનાજ્ઞા મુજબ પ્રયત્ન કરવામાં આવે તે મુક્તિપદ સાધ્ય જાણવું. મુક્તિપદ પરભાવ મુકવા થકી છે.
પરપુગલ સાગથી, દોષિત આતમરાય; પરપુદ્ગલના ત્યાગથી, નિર્મલ આતમ થાય. જડ ચેતન લક્ષણ રહે, ત્યારે આપ સ્વરૂપ; ચિદાનંદ શાશ્વવત સદા, ધ્યાતાં શિવપુરભૂપઅજ અવિનાશી આતમા, અખંડ પૂર્ણનન્દ; સેને ધ્યાને ભવિજના, આતમ શિવ સુખકન્દ, હરતે ફરતે શું કહે, કિમ મનમાં અકળાય; આપ આપને દેખીલો, ભૂલો ભ્રમથી ભાય. આપ આપકુ દેખતા, કર્મકલંક કટાય; અજરામર થઈ આતમા, પરમાતમપદ પાય.
For Private And Personal Use Only