________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર
પ્રદેશ,
તે તે સર્વ વીતરાગના વચનથી વીતરાગ માગ અવલબીને તર્યા છે, તરે છે ને તરશે એમ જાણવું. વીતરાગ એ શબ્દને અર્થ ચિતવતાં આત્મા અક્ષર પણ થાય છે અને અનક્ષર પણ થાય છે. એ આત્મા અસંખ્યાત પ્રદેશે નિર્મલ છે, પણ આત્માના એકેક પ્રદેશને અનન્તી કર્મની વર્ગ લાગી છે તેથી આત્મજ્ઞાન આચ્છાદન થઈ ગયું છે. તે આત્મજ્ઞાન આત્મભાવ રમણતાવડે શુદ્ધ પ્રકાશે છે. શરીરમાં રહ્યા છે તે પણ શરીર થકી ન્યારા આત્મા છે. એ આત્મા પરમાત્મપદ પામે એજ અતિભાની ગાંસા સફળ થાઓ. શરીરની હાનિ થાય છે, તે પણ પરભાવની હાનિ કે વૃદ્ધિ થાય છે, તે આત્મા જાણી શકે છે. શરીર વચ્ચે આત્માનું શું વધ્યું? ને શરીર ઘટયે આમાનું શું ઘટયું ? શરીર ક્યાં સુધી રહેશે ? આમા કયાં સુધી અશુભ પ્રવૃત્તિ કરશે? તેની સમજણ, આત્મા જાણે છે. આત્માએ સંસાર પાર પામવા માટે કેવા કેવા પ્રયત્ન કરવા જોઈએ? અને કેવી કેવી ભાવનાઓ ભાવવી જોઈએ? એ ઐ આત્મા જાણે છે, એજ.
વિ. અહિં શરીર સારું રહેતું નથી. છાતીના દરદને હુમલે પાછો હતો તેને તે ઉપન્ન થયો છે. પણ સ્થિર ભાવે સહન કરવું એજ સાર છે. ચોમાસું ક્યાં કરવું તે હજી નક્કી નથી. ભાવી ભાવ બને તે ખરૂ. તા. ૧૩–૫-૧૦૩
મહેસાણાથી લે–વિત્ર આત્મા કે જે દેવ, મનુષ્ય, તિર્યચ, નારકી વિગેરે ચાર ગતિમાં અનાદિકાળથી ભટક ભટકતો હાલ મનુષ્ય ગતિમાં આવ્યું છે. શરીર અનંત ધારણ કર્યા પણ જીવતે તેને તે એક જીવે અનંત શરીર ધારણ કર્યા તેમ અનંત જીવે અનંત શરીર ધારણ કર્યો. કેટલાક
વ મુક્તિ ગયા, પણ આ આત્મા તો હજી ચાર ગતિમાં ભટકે છે, હવે મનુષ્ય શરીર ધારણ કર્યું છે. તેથી જે આત્મા સ્વવીર્ય ફેરવે તે, મુક્તિ પદ મુશ્કેલ નથી. આ આત્મા અનંત શક્તિને ધણી છે. છતાં હાલ કર્મના ચગે રાંક જે થઈ ગયો છે. અનંત શક્તિવાળે આત્મા આ શરીરથી કેવી ચેષ્ટાઓ કરે છે, ક્ષણમાં કેવા ઉપયોગમાં વર્તે છે, અને ક્ષણમાં વિચિત્ર બની જાય છે. ક્ષણમાં કરે છે, ક્ષણમાં વસે છે. પુદગલ સંગી
107
For Private And Personal Use Only