________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૧
પત્ર સદુપદેશ.
~~-~----------- થી સાદે આવીને, પાર્વે પ્રભુ પસાય; બુદ્ધિ શાશ્વતપદ લહી, અજરામર કહેવાય.
સં. ૧૯૫૮ ચૈત્ર સુદ ૧૦ સાણંદ.
X
મહેસાણાથી લે—વિ. અત્રક્ષેત્રમાં શરીરધારી આ આત્માએ પ્રવેશ કર્યા પછી કેટલીક મેહરાજાના તરફથી અડચણો થતાં સમભાવે ઉપદ્ર સહ્યા. જે ક્ષેત્રમાં જેટલી બીના બનવાની હોય છે. તેટલી બને છે પણ અને સત્યને જય પ્રકાશે છે. આરબમાવતા એજ આવતાં કર્મને રોકે છે. અને આત્માને લાગેલાં કર્મને નાશ કરે છે. આત્મભાવ રમણતા એજ સંવર તત્ત્વ, આત્મામાં પ્રકાશ થતાં કમ કલંક ટળી જાય છે. એ કર્મકલંક બાહિરભાવે રમતાં વૃદ્ધિ પામે છે. બાહિર ભાવ બહિરાત્મપણથી ઉત્પન્ન થાય છે, એ બહિરાત્મરૂ૫ વાદળું આત્માને ઘેરે છે, અને આમ ની અનંતશક્તિનું આચ્છાદન કરે છે. એક જીવને એ ઘેરે છે એમ નહિ, પણ અનેક જીવને. વાિત્માને નહિ એ બહિરાત્મભાવ, જેનાથી ગયો તેને ધન્ય છે તે તય, અને બીજાઓને તારશે. બીજાઓથી શું થવાનું ? બહિરાત્મપણું થતાં કર્મની વર્ગણાઓને આત્મા ગ્રહણ કરી ભારે થાય છે. જ્યારે પરભાવમાં આત્મા રમે છે. ત્યારે હું પુરૂષ છું, સ્ત્રી છું, બાળ છું, વૃદ્ધ છું, ધમ છું, અધમ છું, તેની પણ ખબર પડતી નથી.
बहिरात्मभावे रमणता, करतां कर्म ग्रहाय; संकल्पविकल्पश्रेणियो, मनमांहे बहु थाय. रागद्वेष अहं दशा, परभावे प्रगटाय; अंतरात्मभावे ए सहु, क्षणमा विणसी जाय. वैर विरोध वधे घणा, वध बंधन- दुःख; परभावे ए सड हुवे, आत्मस्वभावे सुख.
For Private And Personal Use Only