________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૪
દરાપુરાથી લે–વિ. અત્ર શાતા છે. ગામમાં શાંતિ છે. અમદાવાદથી રતનચંદભાઈના ભાઈ મણિલાલના કાગળ મધ્યે પત્ર આવ્યું છે. રતનચંદભાઈ હોય તો તેમને ધર્મલાભ કહેશે. આત્મસાધન કરશો. દુષમકાળમાં આત્મસ્વભાવમાં રમવું અતિદુષ્કર છે. ચારે તરફથી જીદગી ઉપર હુમલા થાય છે. જીવ મરણથી બીહે છે, પરન્તુ ઇષ્ટકર્તવ્યને દઢશક્તિથી વળગી રહેતું નથી, જ્યાં જ્યાં આત્મસુખની ભ્રાન્તિએ દોડે છે, ત્યાં ત્યાં કર્મની વિચિત્રતા આત્મસુખ પામવા દેતી નથી. વિષયકક્ષાયપ્રમાદાદિ દેશે સ્વસત્તા
એ જીવને ચાર ગતિમાં ફેરવે છે પણ તેની સામે થવાતું નથી. દરેક સંસારિક કાર્યમાં જીવ સુખની ભ્રાન્તિથી દોડે છે. પણ મૃગ જેમ ઝાંઝવાં દેખી દેડી બેદયુક્ત થાય છે, તેમ છવને પણ સ્વસ્થતા થતી નથી. રામ, પાંડવ, કરવ વગેરે લાખો મનુષ્યોએ આ દેખાતા શરીરને ઝટવારમાં ત્યાગ કર્યો છે. પારકી વસ્તુ જડપુગલ આત્માનું શું હિત કરી શકશે? કદી હિત કરનાર નથી. જેટલું થવાનું હશે તેટલું આ મનુષ્યભવમાં થશે. મનુષ્ય શરીર પાછું નહિ મળે. વારંવાર આ વાકય યાદ કરો કે દેખાતી વસ્તુ પારકી છે. આયુષ્યની માલુમ નથી, છેડે કાળ રહ્યા છે, આશા ઉલટી વૃદ્ધિ પામે છે, આયુષ્ય ઓછું થાય છે, ઘડપણ સામું આવે છે, ત્રણ સત્ર સાથે ગાજે છે. પરભવમાં શું ? થશે તે તે જ્ઞાની જાણે, બહોત ગઈ અને થોડી રહી છે. એવા સમયમાં જે કરવાનું હોય તે શીધ્ર કરવું. એમ વીતરાગ ભગવંત ઘણી દયા કરીને કહે છે. થાઓ તૈયાર, ઉપગરૂપ કવચ ધારણ કરે, ધ્યાનખગ્ન ધારણ કરે, હીંમત રાખો, અને આપસ્વભાવમાં રમણતા કરો કે જેથી અનન્તસંસાર રખડવાનું મટે. દ્વારકાને દાહ શું ભવ્યજીને શીખામણ નથી આપતો ? જેની સાથે વાત કરતા, હરતા, ફરતા, તે દેખતાં દેખતાં પરભવમાં ચાલ્યા ગયા તે આ ખોળીયાને આ જીવ કયાં સુધી ધારણ કરશે તે વિચારવા જેવું છે. ધર્મમાં તત્પર થવું તે જ સાર છે. (સં. ૧૮૫૮ આશ્વિન સંભવે છે. )
માણસાથી લી–વિ. કે તમારે પત્ર પહોંચ્યો. વાંચીને બીના જાણી છે. ભાઈ સાકરચંદનું શરીર નરમ છે તે જાણ્યું છે. ધર્મસાધન કરતાં સો
106.
For Private And Personal Use Only