________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૦
પત્ર સદુપદેશ.
અર્થ–પરમાત્માથકી જગતના જીવો અભિન્ન કહેશે તે પ્રત્યેક શરીરે ભિન્ન ભિન્ન જીવ દખવામાં આવે છે, તે નહિ દેખાવા જોઈએ, અને દેખાય છે માટે અભિન્ન પણ કહેવાય નહિ, ચૈત્ર મંત્ર: પ્રથ, અર્થ અત્ત થશ–આવો ભિન્ન જીવધારી શરીરને વ્યવહાર થાય છે, તે નહીં થવા જોઈએ, માટે અભિન્ન પણ છવ અંશ કહી શકાતા નથી.
ભિન્નભિન્ન કહે યદિ, પરમાતમથી છવ;
સ્યાદ્વાદતા સિદ્ધ થઈ, કરે શું ? ખોટી રીવ. ૧૬ જ્ઞાનથકીજ અભિન્ન છે, વ્યક્તિ સ્વરૂપે ભિન્ન
નિત્યાનિત્ય વચનથકી, બને ને મનમાં ખિન્ન. ૧૭ પરમાત્માથકી કથંચિત ભિન્ન અને કથંચિત અભિન્ન છવ માનશે તે સ્યાદ્વાદમત અંગીકાર કરવો સિદ્ધ થયો, ત્યારે શા કારણથી પરમાત્માના અશ છવભૂત છે, એમ રીવ એટલે પિકાર કરો છે ? જ્ઞાન થકી જીવ, પરમાત્માથકી અભિન્ન છે, અને વ્યક્તિ રૂપે ભિન્ન છે.
મુ. વડોદરાથી લે—વિ. અત્ર શાંતિ છે, તમને વર્તે. વિ. ગુરૂ મહારાજનું શરીર નરમ રહે છે, તેથી દવા નિમિત્તે જાની શેરીમાં રહેવાનું થયું છે. હાલ તે અહિં સ્થિરતા છે. આગળ મહારાજજીનું શરીર સુધરશે પછી વિહાર થશે. આત્મગુણભવનમાં પ્રયત્ન કરવો એજ સાર છે. ધર્મસાધન સારી રીતે કરશે. બાહ્યવસ્તુ થકી થતા સંકલ્પ વિકલ્પ દૂર કરવા અને આત્મસ્વરૂપમાં રમવું. કર્મ ઘણાં છે, ઉદ્યમ થોડે છે. પંચમ કાળ છે, વિષય કષાયનું જોર બેહદ છે, તેમાં ઉપયોગી જીવ ધર્મ સાધનમાં આળસ કરતા નથી અને પરભાવને દૂર હઠાવે છે. એજ ( કાર્તિક વદિ. ૩
For Private And Personal Use Only