________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
જ્ઞાની હોવા જોઈએ. જેમ અન્ન દાં, કેરીને કડકો. જે કેરી ખાટી હશે તે તેને કડક પણ ખાટે હોય છે, ને જે મીઠી હોય છે, તે તેને કડક પણ મીઠો હોય છે. એક કડકાથી આખી કેરીનું અનુમાન થાય છે, તેમ જીવ પણ જ્ઞાની લેવા જોઈએ. પણ તે દેખવામાં અનુમાન વિરોધ આવે છે. માટે જ્ઞાની જીવો પણ કહી શકાતા નથી, અને જે જીવોને અજ્ઞાની માનીશું તો ઈશ્વર (પરમાત્મા ) પણ અજ્ઞાનમય થઈ જવાને; કારણ કે અજ્ઞાની છો, પણ તેના અંશ છે. જેવા અંશે હોય છે તે અંશી હોય છે. માટે જીવ પણ જ્ઞાની તથા અજ્ઞાની પણ કહી શકાતું નથી.
જ્ઞાનાજ્ઞાનમયી અહે, જે માને તે અંશ. જ્ઞાનાજ્ઞાનમયી થયે, પરમાતમપદભ્રંશ.
૧૩
અર્થ–પરમાત્માના અંશે જ્ઞાની અને અજ્ઞાનીભૂત એ બે પક્ષ સ્વીકારશે તો ઈશ્વર પણ જ્ઞાનમય અને અજ્ઞાનમય થયો. ત્યારે શુદ્ધજ્ઞાનમય ઈશ્વર કહેવાશે નહિ, અને અજ્ઞાનમયરૂપી મહાદોષ પરમાત્માને લાગુ પડશે, અને એકાંત પણ ત્યાગ કરવાથી સ્વાદાદમત અંગીકાર કરણની પ્રાપ્તિ થશે, અને જ્ઞાનવરૂપ પરમાત્મપદને નાશ થશે. માટે પરમાત્માના અંશ તરીકે છ મનાય નહિ. અંશ શબ્દ પુદ્ગલને લાગુ પડે છે, પણ આત્મા નિરાકાર છે, તેને અંશ ક્યાંથી હોય ? પરમાત્મા નિરશી છે. કારણ કે અંશત પુદ્ગલના ધર્મ છે. માટે તેના અંશ માનવા તે ભ્રમ છે.
પરમાતમથી ભિન્ન નિત્ય, જે માને તે જીવ વ્યક્તિરૂપ પરમાતમા, નહિ તે થાય સદીવ.
૧૪
અર્થ –જે પરમાત્મથકી જગતના છ નિત્ય ભિન્ન માનશે તે તે કોઈપણ કાળે પરમાત્મસ્વરૂપ થશે નહિ. કારણ કે જે વસ્તુ નિત્ય ભિન્ન હોય છે, તે ભિન્નરૂપે જ રહે છે. જેમ સિદ્ધાત્મા અને પુદ્ગલ દ્રવ્ય એ બે ભિન્ન છે તો કોઈ કાળે એક સ્વરૂપ ( અભિન્નરૂપ) થવાનાં નહિ. તેમ એ છો કોઈપણ કાળે પરમાત્મા સ્વરૂપ થવાના નહિ.
અભિન્ન પરમાતમ થકી, જગત જીવ કહે ભાઈ; અંશ જીવની ભિન્નતા, પ્રગટી ક્યાં દેખાઈ.
૧૫
For Private And Personal Use Only