________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૮
પત્ર સદુપદેશ.
પરમાતમ તે એક છે, તેહતણ છવ અશ; વેદ વચન પ્રપંચથી, કરતો જગ પ્રશંસા
૧૦ અર્થ–ગાથા ૧૦ મીને ભાવાર્થ અદૈતવાદી પરમાત્મા એક માને છે. અને પ્રત્યેક શરીરે ભિન્ન ભિન્ન જીવ દેખાય છે. અને તે પરમાત્માના અંશ છે. અને તે પરમાત્મામાં સમાઈ જાય છે. જેમ ગંગાના તરગે ગંગામાં સમાય છે, ને જેમ પારાના કયા એકમેક મળી જાય છે, અને જેમ અગ્નિથી ઉઠેલા તણખા અગ્નિમાં સમાઈ જાય છે તેમ આ જીવ પરમાત્મામાં લીન થઈ જાય છે. અને તે પરમાત્માના અંશજ છે.
૧૧
एक एव हि भूतात्मा, भूतेभूते व्यवस्थितः
एकधा बहुधा चेवा दृश्यते जलचंद्रबत्. અર્થ—એકજ ભૂતાત્મા છે, અને તે સર્વભૂતને વિષે રહ્યા છે. એક છે, તે પણ અનેકની પેરે ભાસે છે. જેમ જલમાં એક ચંદ્રનું પ્રતિબિંબ અનેક રૂપે ભાસે છે તેમ જાણવું. એમ તે અદ્વૈતવાદી પ્રતિપાદન કરી જગમાં અદ્વૈતમતની પ્રશંસા કરે છે, અને વેદવચનને પ્રપંચ વિસ્તારે છે. તેને સ્યાદ્વાદવાદી નીચે પ્રમાણે કહે છે.
પરમાતમથી ભિન્ન એ, જગજ દેખાય;
પરમાતમ અંશ જ્ઞાની વા, અજ્ઞાની કહેવાય. અર્થ–હે મિત્ર પરમાત્માથકી જગતને વિષે રહેલા છવો (અંશભૂત ) ભિન્ન છે વા અભિન્ન છે? અને તે પરમાત્માના અંશ જ્ઞાની છે કે અજ્ઞાની? જે પરમાત્માથકી જીવરૂપ અંશ ભિન્ન માનશો તો પરમાત્મામાં લીન થઈ જશે નહીં એમ કહેવામાં દેષાપત્તિ આવે છે, પરમાત્મામાં છવભૂત અંશે અભિન્ન ( એક સ્વરૂપ ) કદી થશે નહિ.
જ્ઞાનીકહે પરમાત્મ અંશ, અજ્ઞાની દેખાય;
યદિ કહે અજ્ઞાની તે, જ્ઞાની જીવ જણાય. ૧૨ અર્થ–-ળે પરમાત્માના અંશ ભૂત જીવોને જ્ઞાની કહેશો તો તે પ્રત્યક્ષ અજ્ઞાની દેખવામાં આવે છે. અને જે અજ્ઞાની કહેશે તે જ્ઞાની પણ દેખવામાં આવે છે. પરમાત્મા જે જ્ઞાની હોય તે તેના અંશે પણ તેના સરખા
For Private And Personal Use Only