________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
= -:-----
વડેદરાથી લે. વિ. કે તમારો પત્ર પહોચ્યો છે. અત્ર શાંતિ છે. તમોને શાન્તિ વર્તે. આજ રોજે કાલનાં આવેલાં પદ્દવ્ય વિચારનાં ફરમાં સુધારીને મેકલ્યાં છે. અહિં કેટલીક સ્થિરતા છે. ધર્મ ધ્યાનમાં તત્પર રહેતા હશે. અને વારંવાર સ્વ સ્વરૂપનું ચિંતવન મનન કરતા રહેશો. ઉપાધિભૂત વિકલ્પસંકલ્પકારણભૂત કર્મ પ્રપંચને દૂર કાઢવા અમૂલ્ય વખત કાઢો (ગાળો) એ સાર છે. વારંવાર મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે. સંસારી પદાર્થો જીવને મુંઝાવી સંસારમાં દોરે છે. માટે તત્ત્વજ્ઞાતા પુરૂષોએ તેમાંથી છૂટા થવા પ્રયત્ન જારી રાખો.
યાદ રાખવું કે મેહ માયા એ અત્યંત જોરાવર છે. તેથી દૂર રહેવા આત્મસ્વરૂપનું ચિંતવન મનન વિશેષ ઉપકારી છે. જ્યાં સુધી કર્મને સંબંધ આત્મા સાથે છે, ત્યાં સુધી અનેક પ્રકારનાં શરીર ધારણ કરી દુઃખ ભોગવવાં પડે છે. માટે એ કર્મ પાપંચને જેમ નાશ થાય તેમ ઉઘોગી થવું એ મોક્ષાભિલાષીઓને છાજે છે. વિષયોને વિષ સરખા પદ્ગલિક જાણી તેનાથી દૂર રહેવું, આત્માની વસ્તુ સાથે રાગ કરવો, પણ પુદ્ગલદ્રવ્યમાં રાગ કરશે તે કર્મ પ્રપંચને વશ પડશે. મોક્ષને ને સંસારને માર્ગ ભિન્ન ભિન્ન જ્ઞાનીએ બતાવ્યો છે. તેમ છતાં મેક્ષમાર્ગ ભણું ન ચાલીએ તે તેમાં જ્ઞાનીએ શું કરે ? રાગદેષને ત્યાગ કરવા પ્રયત્ન કરો. એ સત્પ
નું ભૂષણ છે. બાકી તે સંસારની અંધાધુંધમાં પ્રવૃત્તિ તે લાખો મનુધ્ય કરે છે. તે નજરે દીઠામાં આવે છે. એકાન્તસ્થળમાં જરા બેસીને બાર ભાવનાઓને ભાવી પછી વિવેક દથિી જોશો તો તમને અનહદ વૈરાગ્ય રંગ પ્રગટથશે એ અનુભવ કરશો ત્યારે સમજાશે. જેમ જેમ એ પ્રમાણે વારંવાર વાગ્યરંગનું કારણભૂત સંસારસ્વરૂપ વિચારશો ત્યારે દિન પ્રતિદિન આત્મગુણો ઉજજવલ થશે. તીવ્રકર્મનો નાશ કરવો તે પિતાના હાથમાં છે. અને કર્મ વધારવા તેપણ પિતાના હાથમાં છે. જે વસ્તુથી વધારે રાગ થાય તે વસ્તુનું મૂળ સ્વરૂપ વિચારતાં વૈરાગ્ય પ્રાપ્ત થશે. સંસારમાં જેટલાં અજ્ઞાનીને રાગનાં કારણ છે. તેટલાં જ્ઞાનીને વૈરાગ્યનાં કારણ છે. એકાન્તસ્થળે રહી વૈરાગ્ય વધારવો, અને બનતા પ્રયાસે આપ સ્વભાવમાં રહેવા પ્રયત્ન કરવો. નહિં તે પછી અંજલિમાંના પાણીની પિડે સંબંધ પૂરે થશે તે મનની વાત મનમાં રહી જશે. ક્ય કર્મ છોડવાનું કારણ મનુષ્યજન્મ વારંવાર પામવો દુર્લભ છે. આપણું શું ? છે તેનો વિચાર કરવો, અને વૈરાગ્યરંગ વધારો કે જેથી શિવ
For Private And Personal Use Only