________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
વડોદરાથી લે–વિ. આ સંસાર સ્વરૂપ યથાતથ્ય જાણનાર સુનો સંસારથી જલ પંકજવતું ન્યારા રહે છે. તેમને કોઈ પણ પદાર્થથી સુખ પામવાની ઈચ્છા રહેતી નથી. અને નીચે મુજબ ભાવના ભાવે છે.
देविंदचकवट्टित्तणाई, रजाई उत्तमा भोगा । पत्ता अणंतखुत्तो, नयहं तित्ति गओ तेहिं ॥ १ ॥
અર્થ-ઇંદ્ર ચક્રવર્તિ આદિ રાજ્ય અને ઉત્તમ ભેગ અનંતવાર હે જીવ તું પામ્યો, તો પણ તે ભોગાવડે કંઈ હુને તૃપ્તિ થઈ નહિં અને સંસારમાં વિલુબ્ધ થયો, અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. તો પણ હજુ હુને પુગલ ઉપરથી રાગ ઉતરતો નથી. મુખેથી જડસુખ ખોટું ખોટું એમ પોકારે છે. પરંતુ તેમાં રાચી માચી રહ્યા છે. માસાહસ નામના પક્ષીની પેઠે ફક્ત વાક - ચાતુર્યવાન થયો છે, પણ હજી સ્પર્શ જ્ઞાન થયું નથી. હે ચેતન ! !! પુગલેને ગ્રહણ કરવાની જે ઈચ્છારૂપી જે તૃષ્ણ તે સ્વયંભૂરમણસમુદ્ર જેટલી મોટી છે. તે ઈચ્છારૂપ અગ્નિને શાન્ત કરવા જલસમ જ્ઞાન અને વૈરાગ્યનું સેવન કર કે જેથી સ્વ સ્વભાવથી તું થઈ જન્મ મરણ નિવારે. વિચાર કર કે હે ચેતન ! તેં ક્યાં ક્યાં પુગલ ગ્રહણ કર્યા નથી ? અર્થાત સર્વ પુદ્ગલેને હું અનંતિવાર ગ્રહણ કર્યા છે તે બતાવે છે.
संसार चक्कवाले, सब्वेविय पुग्गला मए बहसो । आहारिया य परिणामिआ य नय तेलु तित्तोऽहं ॥१॥
અર્થ–આ સંસાર રૂપી ચક્રવાલમાં ભમતાં અનંતિવાર સર્વે પુલનું ભક્ષણ કર્યું. તે પણ હું તૃમિત પામે નહિં, વળી હે ચેતન ! આ લેકાકાશના પ્રત્યેક પ્રદેશે જન્મ મરણું ક્યું અને સર્વ પ્રદેશોને સ્પર્યા. વળી વંચકગેલક ન્યાયે કરી મનુષ્યત્વ પામ્યો. તેમાં પણ પ્રમાદથી કર્તવ્ય નહિં વિચારીશ તે તદુ:ખને ભોક્તા થઇશ. જેમ જેમ પદાર્થમાં લપટાય છે, તેમ તેમ કમનો અવર્ગણાઓને તું ગ્રહણ કરે છે. પુલની ઇચ્છા કરે છે, અને તેનો સંગ કરવા ઈચ્છે છે, તે તું પણ પુદ્ગલ જેવો જડ થઈશ. એ ઉચિત જ છે. માટે આત્મસ્વરૂપી રત્નત્રયી પ્રાપ્ત કરવા ઈચ્છા કર. એટલું વિશેષ છે કે અજ્ઞજન, અજ્ઞાનતાએ ખાટાને ખરૂં માને પણ તું તો વિનુ છતાં ખરાને ખોટું એવું અપરમાર્થવાળું આચ
106
For Private And Personal Use Only