________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેરા.
શ્રમણધર્મ પહેલો કહ્યા, પંચમહાવ્રત ધાર; સમિતિ ગુપ્તિ ગુણ ધારણ, નિસગી નિર્ધાર. દવ્યભાવથી પંચવત, ચાર નિક્ષેપે સાર; સાતને વિસ્તારિયે, પદ્વવ્યાદિ વિચાર. દ્રવ્ય સાધુ પદ ભાવનું કારણ માને ભવ્ય; સાપેક્ષવચને શુદ્ધ છે, ભાવ અને વળી દ્રવ્ય. અતિશુદ્ધપ્રણિધાનથી, કર્મકલંક કટાય. બાહ્યક્રિયા કારણ ભજી, અવલબે સુખ થાય. અનુયાગને ચાર ભેદ, દ્રવ્ય વડે જગ સાર; ઉપદેશપદાદિ ગ્રન્થથી, ધરજે મનમાં સારપદ્રવ્યાદિ પદાર્થનું, સમ્યગ્રજ્ઞાન જે થાય; નિશ્ચયસમકિત પામીએ, મુજ મન એ સહાય. પદ્રવ્યમાં ભાખી, આતમ અતિ હિતકાર; ઉપાદેય તે જાણવું, બીજા હેય વિચાર તવ રમણ જેને થયું, મેહે ના લેપાય; આતમ અનુભવ બુદ્ધિથી, નિલેપી થઈ જાય. પઢે પઢાવે શાસ્ત્રને, વાદી જગ કહેવાય; આતમ અનુભવ પણ અહો, ચતુર્ગતિ ભટકાય. પત્થર પગ પગ પામીયે, સેનું રૂપું ખાણ; ચિંતામણિ સમ વિશ્વમાં, વિરલો આતમ જાણ. ભાગ્યદશા જે આકરી, આતમ અભિમુખ થાય; ચિદાનંદ અનુભવથકી, ઋદ્ધિ ઘટમાં આય. મનમાં જાણે જ્ઞાની હું, મુજ સમ જગ નહિ કોય; આતમ અનુભવ પણ અહો, મૂઢમતિ જગરેય. બાહિર હિત જે દેખતે, તે હિજ આત્મમઝાર; દેખે તેહિજ દેખતે, અન્તર્દષ્ટિ નિહાળ. જગ જાણે ઉન્મત્ત એ, એ જાણે જગ અંધ; જ્ઞાની જગમાં દેખતે, નહીં કે મુજ સબંધ.
For Private And Personal Use Only