________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
ભાવનગરના કઈ શ્રાવકના સંઘની સાથે ગયા હતા. તેઓશ્રી અમદાવાદમાં હઠીભાઇની વાડીમાં એક વખત આવીને ઉતર્યા હતા તે વખતે અમદાવાદમાં શ્રીનેમિસાગરજી મહારાજ તથા શ્રીરૂપવિજયજી મહારાજ હતા. તે વખતની ચાલતી ચર્ચા સંબંધી ખુલાસો મેળવવા માટે કેટલાક શ્રાવકો શ્રીચિદાનન્દજી પાસે ગયા હતા. તે વખતે શ્રીમદે શ્રી નેમિસાગરજીના પક્ષમાં પિતાને વિચાર દર્શાવ્યો હતો. તે વખતે અમદાવાદમાં પ્રેમાભાઈ નગરશેઠ વિદ્યમાન હતા. પાલીતાણુમાં તેમણે એક વખતે અપરિચિતયતિ તરીકે એક ચાતુર્માસ કર્યું હતું. કેટલાક મનુષ્યના કહેવા પ્રમાણે તેઓશ્રી સં. ૧૯૨૫ની સાલ સુધી વિદ્યમાન હતા. તેમણે ઘણું વર્ષો ગિરિનાર પર્વતની ગુફાઓમાં ગાળ્યાં હતાં. ગિરિનાર પર્વતમાં ગયા બાદ કોઈના દેખવામાં તેઓશ્રી આવ્યા હોય તેમ પ્રાયઃ સાંભળવામાં આવ્યું નથી. કેટલાક મનુષ્યના કહેવા પ્રમાણે તેઓશ્રીએ સમેત શિખર પર્વત પર દેહોત્સર્ગ કર્યો હતો. તેઓશ્રી લોકોત્તર અવધતયોગી હતા. ચિદાનન્દ સ્વરોદય અને ચિદાનંદ બહોતેરી વગેરે કૃતિ તેમની હાલ વિદ્યમાન છે. શ્રીમદ્દ ચિદાનન્દજીની ઉત્તર વય ખરેખર અધ્યાત્મજ્ઞાન અને યોગ સમાધિથી અવધતદશામાં ગઈ છે. તેઓશ્રી વૈરાગી, ત્યાગી, જ્ઞાની, ધ્યાની યેગી હતા. નિવૃત્તિ માર્ગમાં સદા રમણતા કરતા હતા. તેમના ગુણોનું સ્મરણ છે. તેમણે લોકસંજ્ઞાને ત્યાગ કરીને ચારિત્ર માગ માં રમતા કરી હતી. તેમની કિસ્મત પાછળની દુનિયામાં વિશેષ થઈ છે.
સમભાવ–સમભાવનું સ્વરૂપ સમજવું અને તેને આચારમાં મૂકીને બતાવવું એ મુશ્કેલ કાર્ય છે. સમભાવમાં જેની નિષ્ઠા થઈ હોય છે તેના વચનોમાં દેવતાઈ બળને વાસ થાય છે. મુકિતના સુખની આ ભવમાં જીવતાં કેઈ આસ્વાદી શકે છે તે તે ખરેખર સમભાવધારેકજ આસ્વાદી શકે છે. સમભાવધારક મહામાની આંખમાં દિવ્ય તેજ વસે છે. અને તે જે કંઈ વિચારે છે તેમાં સત્યનો પ્રકાશ પડયા વિના રહેતો નથી. જે પ્રભુના ખરા ભકતે હોય છે તે સમભાવમાં પરિણામ પામેલા હોય છે. બુદ્ધ હોય, બીસ્તી હોય, મુસલમાન હાય, વેદાતિ હેય, દિગંદરી હોય, શ્વેતાંબરી હોય, ગૃહસ્થ હાય વા સાધુ હોય પણ તે સમભાવથી મુક્તિ પામે છે એમાં સંશય નથી. ખરેખર સમભાવીના હૃદયમાં સત્યધર્મને પ્રકાશ થાય છે. જેણે સમભાવને આચારમાં મૂકી બતાવ્યું છે તે જ ખરેખરા ક્ષમાશ્રમણ કહેવાય છે. સમભાવનો ભાગ એ ખરેખર મોક્ષની સિદ્ધિ સડક છે તેના પર દિવ્યજ્ઞાનીઓ ચાલી શકે છે. પ્રભુનું ભજન કરનાર સમભાવી મહા
For Private And Personal Use Only