________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
પત્ર સપદેશ.
પાદરા મ. વ. મે. હિ–વિ. કે તમારું શાન્તિ પત્ર પહેર્યું. બીના જાણું છે. વિ. કે પૂર્વ કૃતકર્મ પ્રમાણે આ ઔદારિક શરીર શાતામાં અશાતામાં હોય તે સ્વાભાવિક છે. પણ કર્મના સંબંધથી આત્મા સ્વસુખ મેળવી શકતા નથી. મહાત્માઓ આત્મસ્વરૂપમાં રમે છે, અને પરભાવ ત્યાગ કરે છે. વિકલ્પ સંકલ્પ રહિત ખરૂ સુખ આત્મસ્વભાવે રમવાથી છે. આત્મભાવે રમતાં જે વખત ગયો તે લેખે છે. કર્મ રૂપી પ્રકૃ તિને કેટ આત્મારૂપી ઘરની સંપત્તિ દેખવા દેતો નથી. બાહ્ય પદાર્થોમાં
જે સુખ લાગે છે તે વસ્તુતઃ ભ્રમ છે. બાહ્યદષ્ટિથી દેખતાં આત્મામાં વિકલ્પ સંકલ્પ ઉત્પન્ન થાય છે તેથી કમની વર્ગણુઓ આત્માને લાગે છે, પણ અન્તર્દૃષ્ટિથી આત્મસ્વરૂપ દેખતાં વિકલ્પ સંકલ્પ રૂપશ્રેણિયો નાશ થાય છે. આત્માનું અનંતજ્ઞાન અત્યાર સુધી આચ્છાદન થયું છે, અને વળી આ આત્મા ચાર ગતિમાં ભટકી ભયંકર દુઃખ પામે છે. આ ઉપરથી જે આ પણ ખરા દયાળુ હોઈએ, તો આત્માને ચાર ગતિરૂપ કેદખાનામાંથી છોડાવવું જોઈએ, અને સ્વસુખ જોક્તા થવું જોઈએ. દેખાતું શરીર લાંબો કાળ ટકવાનું તે નધીજ, અને એક દિવસ તે શરીરને નાશ થશે, અને ખાખરૂપ થઈ જશે અને આત્માને શુભાશુભ કર્મ પ્રમાણે પરભવમાં શરીર તે ધારણ કરવાનાંજ રહ્યાં. તો આપણી શી હુંશીયારી ? અને જાણપણું શું? કહી શકાય ? પોતાની જ્ઞાન દર્શનરૂપ ઋદ્ધિને નાસ થતું જાય છે, પણ તે નણતાં છતાં સર્વને નાશ થવાને છે. જેટલા જનમ્યા તેટલા મરણ પામવાના તે નક્કી છે, તે આપણે પણ આ શરીરને ત્યાગ કરી બીજું શરીર ધારણ કરવાના અને તેમાં હાલ જેને ઓળખીએ છીએ, સગાં સંબંધિ ધારીએ છીએ, તેની પરભવમાં ક્યાં ઉત્પત્તિ થશે? આ શરીરેથી માને સંબંધ તે શરીર છે ત્યાં સુધી જ, અને તેથી બાંધેલું મોહનીય કર્મ ચેતન પિતે ભગવશે. ખરી વિદ્યા યા ખરૂં જ્ઞાન તે ગણાય કે જેથી આત્માનું સ્વરૂપ, સ્યાદાદ રીતે ઓળખવામાં આવે અને આત્મસ્વરૂપમાં રમવાનું થાય. જો કે ઓળખ્યા પ્રમાણે હીન સોનું વર્તન દેખાતું ન હોય તે પણુ જેટલો ઉપયોગ આત્માના ધ્યાનમાં ગયો તેટલો લેખે છે, પણ તેથી હમત હારવી નહિ. ઉધમ કરવાથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે. પણ આત્મા આત્મા એમ પિકારવાથી એકલું કંઈ નહિ. આત્માના ગુણો પ્રગટ કરવા જેટલી યોગ્યતા મેળવવી એ સાધ્ય છે. કેટલાક જીવે ભાગ્યશાળીએ વ્યવહાર નિશ્ચયપૂર્વક યથાશક્તિ આવા પંચમ કાળમાં પણ ઉદ્યમ કરે છે, તેને ધન્ય છે. એક ગુણ પણ જે આત્માને પ્રકટ થાય છે બીજા ગુણ પણું
For Private And Personal Use Only