________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૨૧
દ્રવ્ય-લક્ષ્મી જે હોય તે તે દ્વારા ભાવ લક્ષ્મી પામી શકાય છે. એમ કહેવું તે પણ ખોટું છે, કારણ કે ભાવ લક્ષ્મીને વ્યાપાર કરતાં અવશ્ય ધન, ધાન્યાદિ, દ્રવ્ય-લક્ષ્મીને ત્યાગ કરવો પડે છે, અને ભાવ લક્ષ્મી ઉપર એક ચિત્ત રાખવું પડે છે. માટે બાહ્ય લક્ષ્મીના કામમાં જે ઉત્તેજન આપીએ તે સાપેક્ષ બુદ્ધિથી સ્વધામ ભાઈની પ્રત્યે પ્રશસ્ય છે. આત્મા અનાદિકાળથી બાહ્ય લક્ષ્મીની ભમતાથી રઝળે છે, અને હજી પણ કોણ જાણે અહિથી મૃત્યુ પામ્યા બાદ કેવો અવતાર આવશે ? અને ત્યાં કેવી હાલત થશે ? અને કેવા પ્રકારનું શરીર પામશે ? તે જ્ઞાની જાણે. હાલ આપણે સત્ય વસ્તુ જાણ્યા છતાં પણ તેને ગ્રહણ કરવા ઉધમ નહિ કરીએ તે હવે બીજા કયા ભવમાં કરીશું ? વારંવાર ભાવ લક્ષ્મીને કારણભૂત મનુષ્ય જન્મ પામવો દુર્લભ છે. વારંવાર આપણે જેમ બને તેમ પ્રવૃત્તિ કરીએ છીએ. ભર દરિયામાં મનુષ્યાકાર વહાણમાં બેઠેલા આત્મા મોહરૂપ વાયુના જોરથી અવળે રસ્તે ચઢી જશે તો તેમાં ખારવાને શો વાંક? હવે તન, મન અને ધન એની ઉન્નતિ કેરે મૂકી આત્મ લક્ષ્મીને શે. આત્મા તે થકી અલગ છે અને તે મનથકી જણાય છે. એવા આત્માની ઋદ્ધિ સંપાદન કરવા ઉત્તમ વ્યાપારી બને. અને જે તે આત્માના ગુણેને વ્યાપાર કરશે તે કઈ કાળે ખૂટે ન એટલી શાશ્વત લક્ષ્મી પામશે. અને પછી આનંદમાં રહેશે. ઈયેલું વિતરણ.
ભાવ લક્ષ્મી આતમતણી, લૂંટે છે નિત્ય કર્મ; ઉપગે જે તમે, જાણો કર્મને મમ. દિવ્યલક્ષ્મી વધવા થકી, શિવ સુખ કોઈ ન પાય; ભાવ લક્ષ્મી વધવા થકી, ક્ષણમાં ઋદ્ધિ સુહાય. ભાવ લક્ષ્મી જયકાર છે, ભવજલમાંહિ નાવ; જ્ઞાનીઓ એવું કહે, તેને છે મુજ ભાવ. ભાવ લક્ષ્મી દર્શાવવા, કીધે એહ પ્રયાસ; વકીલ મોહનલાલભાઈ, કરશો એહની આશ. ભાવલક્ષ્મી આતમતણી, પામે દુઃખ દૂર જાય; સિદ્ધ બુદ્ધ થઈ આતમા, પરમાતમ પદ પાય.
» રૂ શાન્તિઃ
For Private And Personal Use Only