________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૦
પત્ર સદુપદેશ.
પરભાવનો ત્યાગ કરવા લાગ્યા, અને ત્રણ ગુપ્તિરૂપ ત્રણ કોટથી પરદેશીઓને આત્મનગરમાં પેસતા અટકાવ્યા. અને પાંચ સમિતિરૂપ પાંચ પ્રધાને એ આત્મ રાજ્યને વધારે કર્યો, અને ધર્મધ્યાન ને શુકલ ધ્યાનરૂપી હાઓએ કટક લઇ ઉપગરૂપ શાના બળથી પરદેશી કમ સુભટને હાંકી કાઢ્યા. અને વૈરાગ્ય ગુણે આત્માનું ઉપરીપણું સર્વ અસંખ્યાત પ્રદેશમાં કબુલ કરાવ્યું. પરદેશીઓને આવવાના જે માર્ગ હતા તે આશ્રવરૂપી માગને ઠેકાણે સંવરના ૫૭ દ્ધાઓને સ્વરાજ્ય રક્ષણ કરવા મૂકી દીધા, એમ કરવાથી પરદેશીઓ ભાગ્યા અને આત્માના અસંખ્યાત પ્રદેશમાં રહેનારા આત્મરાયની જ્ઞાનદર્શને ચારિત્રાદિ પ્રજા માટે વ્યાપાર કરવા લાગી, અને અનહદ સુખ પામી, સાંસારિક મોટાઈ અને સુખને તુચ્છ ગણવા લાગી. અને કર્મરાજાના મહાદિક સુભટે વેગળા રહ્યા. ઈત્યાદિ વ્યાપાર કરી આત્મા જે ધારે તે થોડા દિવસમાં સ્વરાજ્ય પામી શકે. બાકી દ્રવ્ય કેસ તથા કોન્ફરન્સથી તો સંસારનો વધારે છે એ પણ પુગલ સુખની વાંચ્છાએ બાહ્ય કોંગ્રેસ યા કૉન્ફરન્સ દોડે છે. પણ પુણ્ય વિના તે શી રીતે બીજાનું ભલું કરી શકવાની હતી ? પંચમઆરામાં જે દુઃખપણું છે તે ટાળ્યું ટળવાનું નથી. ખરી કોગ્રેસ તે ભાવથકી ઉપર લખી તેને જે ઉદય થાય તે ખરે વ્યાપાર કરી આપણે શાશ્વત સુખ પામીએ. ભાવ કેંગ્રેસને આશ્રય લીધે છે. દ્રવ્ય કેગ્રેસની ઉન્નતિ ધારે કે આત્માનું શું ભલું કરી શકવાની છે ? અને તે દ્રવ્ય કેસથી શાશ્વત સુખ શું કદાપિ કાળે મળશે ? બાહ્ય થકી જે પૈસાદાર યા હોદેદાર હોય, અને અનેક જાતના પુદગલોનો વ્યાપાર કરી સોનારૂપારૂપ પુદ્ગલેના ઢગલાથી સુખી થવા માગતો હોય તે તેથી સયું શું? તેથી કદાપિ કાળે સુખ થવાનું નથી. એ પુલ ક્ષણિક છે. જે દેશના જીવને પુણ્યને ઉદય જાગે છે, તે લોકોને તે હરેક પ્રકારે પુદ્ગલ લક્ષ્મી ભલી શકે છે. ખરી આત્માના પ્રદેશની લક્ષ્મી તે કમદેશના સુભટ હરે છે. તેના તરફ તે આપણે લક્ષ દેતા નથી. અને આ બાહ્ય લક્ષ્મીની લુંટાલુટમાં નાનાં છોકરાં જેમ ઢીંગલા ઢીંગલી પરણાવે છે, તેવી રમતમાં મેહનાવશથી પ્રવૃત્તિ કરીએ છીએ. પણ એવી પ્રવૃત્તિથી આપણને હવે ફાયદો થશે નહિ. માટે હવે જ્ઞાને નિહાળેલી તાવિક શાશ્વતી આત્માની લક્ષ્મી પામવાને માટે વિચાર રૂપ સભામાં ઉપયોગરૂપ ભાષણદારોએ આત્માને આત્મ લક્ષ્મી તરફ દોરે. આપણે જવાનું મુંબઈ તરફ છે, અને ભાવનગર તરફ જઈશું તે ઇચ્છિત નગર શું પામી શકવાના ? ના, કદી નહિ. કેઈ કહેશે કે
For Private And Personal Use Only