________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૮
પત્ર સદુપદેશ.
પાદરાવાળા સુશ્રાવક વકીલ મેહનલાલ હિમચંદભાઈ પર
લખાયલા પો.
મુ. વડોદરા-મામાનીપળ પાદરા મધ્ય સુશ્રાવક વકીલ મોહનલાલ હિમચંદભાઈ યોગ્ય ધર્મલાભ.
વિશેષ—પંચમ કાળમાં દુઃખમય દશા છે, સુખશાંતિ ઘણું દુર્લભ છે. તે પણ હીંમત હારી જવી નહિ. આત્મા અને પરમાત્માનું સ્વરૂપ ભાવવું, અને આ વિનાશી શરીર અન્ત પુલ હોવાથી જુદું જ થશે. આત્મ સ્વરૂપમાં રમવું. બાર ભાવના વગેરે આ વખતે વૈરાગ્યને સાક્ષાત અનુભવ આપે છે. આ સંસારમાં સુખ વરતુતઃ નથી. આટલા ભયથી જ્યારે આપણે ભયભ્રાન્ત થઈએ છીએ તે નરકતિર્યંચનાં દુઃખ જેમ ભોગવવાં ન પડે તેમ પ્રયતન કરવું એ વિવેક છે. આ જીવ મોહી થયે છતાં પારકાને માટે આ શરીરથી પાપ બાંધે છે, પણ તેથી બાંધેલું કર્મ ભાગવવું તે પિતાને જ પડશે. કોઈ પણ ભાગ લેશે નહિ. જ્ઞાની મહારાજાઓનાં વચન જ્યાં સુધી હૃદય ભેદી નાખતાં નથી અને શુદ્ધ ઉપયોગ આપતાં નથી, ત્યાં સુધી આપણે સમજ્યા કેમ જાણી શકીએ. બહારની અનેક આશાઓ આપણને દુઃખી કરે છે, તે આ ભવમાં પ્રત્યક્ષ અનુભવ છે, અને પરભવમાં તે જ્ઞાની જાણે શું થશે ? મેટા મોટા રાજાઓએ સાંસારિક સુખને ત્યાગ કરી આત્મિક સુખ પામવા પ્રયત્ન કર્યો તે શું થડી વાત છે ? ઉપાધિમાં બેસી શાંત થવું દુર્લભ છે, તે પણ નવરાશના વખતમાં એક ઠેકાણે બેસી આત્મા ઉપર લક્ષ આપવું, અને વિચાર કરો કે આ શરીરનું અને આત્માનું સ્વરૂપ કેવું છે? તે ભેદ પાડી હેચણું કરવું, અને શુદ્ધ આત્મસ્વરૂપમાં એકતા કરવી. જેથી હું કોણ છું ? અને મારું નામ શું છે? તેની પણ સમજણ પડે નહિ, એમ ઐકયતા કરવી. મને પણ જગાડનાર આવા રોગ કારણભૂત છે. અને દીક્ષાના પણ તે કારણભૂત છે. આયુષ્ય જોતાં જોતાં ચાલ્યું જાય છે. હજી સુધી પિતાનું કંઇ કર્યું નથી તે પછી સુખની આશા શી જાણવી ? આ વખત આપણને તે સોનાના જેવો છે, એમ સમજવું. કારણ કે જે કરવાનું છે તે અહિં કરવાનું છે. ભાગ્યશાળી મનુષ્ય આત્મા ઉપર લક્ષ આપી ઘણો વખત લેખે કર, વડુ દ્રવ્ય વિચાર જેવાં ઘણું વૈરાગી પુસ્તકો વાંચવાને ખપ કરશે.
For Private And Personal Use Only