________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૮
પત્ર સદુપદેશ.
મુ વિજાપુર શ્રી સાણંદ મધ્યે શ્રદ્ધાનંત દયાવંત દેવગુરૂ ભક્તિકારક પુણ્યપ્રભાવક વિનયવંત સુશ્રાવક શેઠ ચુનીલાલભાઈ ઉમેદભાઈ તથા શાંતિલાલ તથા કેશવલાલ વગેરે ગ્ય ધર્મલાભ પહોંચે. તમારે પત્ર આવ્યા તે પહોંચ્યો છે. વાંચી સમાચાર જાણ્યા છે. તમે એકવાર આવી જશે અને નોટબુક જે અમે લખીએ છીએ વા નવાં પુસ્તક તરીકે શીશાપેનના અક્ષરથી લખું છું તે લેતા આવશો. ગાડીના ટાઈમ વિશેષ છે તેથી વાર લાગશે નહિ. મેટા ગુરૂ મહારાજ તથા ન્યાયસાગરના ધર્મલાભ પહોંચે. મનુષ્ય જીંદગાની પુનઃ પુનઃ મળવી મુશ્કેલ છે. ગયા વખત પાછા આવનાર નથી, માટે ધર્મ સાધનમાં પ્રમાદ કરવો નહીં, સારાં સારાં પુસ્તક વાંચવાને વિશેષ મહાવરે રાખવો. આયુષ્ય ચંચળ છે. દુર્લભ અમૂલ્ય વખતની કીમત અજ્ઞાનીઓ કરી શકતા નથી માટે તેની સાર્થકતા કરવી. ત્ય રતિઃ શાંતિઃ શાંતિઃ
તા. ૨૪ જુલાઈ સને ૧૯૦૫
પત્ર મુ. વિજાપુર સાણંદ મધ્ય દેવગુરૂ ભક્તિકારક પુણ્યપ્રભાવક સુબ્રાવક ચુનીલાલભાઈ ઉમેદભાઈ યોગ્ય ધર્મલાભ પહોંચે. અત્ર દેવગુરૂ ધર્મ પ્રભાવે કુશલ વર્તે છે.
મારી તરફ તે પ્રમાણે વર્તમાન હશે, ધર્મ સાધન કરશો, હાલ વિજાપુર ક્ષેત્રે સ્પર્શના થઈ છે. બનશે તે શ્રી ઋષભદેવજીના સંધમાં કેશરીયાજી જવા વિચાર છે, ધર્મ કામમાં ઉધમવંત રહેજે, મનુષ્યજન્મ આવેલ ફરી ફરી મળવા દુર્લભ છે. ધર્મ મનુજન્મનું સાર ધર્મ તત્વ છે. ચિંતામણિ પુસ્તક છપાવવા તાકિદ આપજે, સમાજને ભલામણ કરશે, ગુરૂ મહારાજે સર્વને ધર્મલાભ કહેવરાવ્યા છે. વી. સંવત ૨૪૩૨ મુર્ગશીર્ષ કૃષ્ણપક્ષ ૧૩ તા. ૨૪ ડીસેમ્બર સને ૧૮૦૫.
For Private And Personal Use Only