________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૦૭
મુસાફરખાનું છે, અને તેમાં આપણે બધા મુસાફરે છઈએ. સર્વને વહેલા મોડા પિતાને ભાગ લેવાને છે. વળી મુસાફરોના જવાથી દિલગીરી શા માટે કરવી જોઈએ? કારણ કે આપણે પણ મુસાફરજ છઇએ. અને આપણું મુસાફરીથી અન્યોને ચિંતા ન થાય તેમ વર્તવું જોઈએ. આપણી મુસાકરીના સંબંધમાં જે જે મનુષ્યો આવતા હોય તે તે મનુષ્યને મોહ ધારણ ન કરવો જોઈએ. પણ અંતથી નિર્મોહદશા ધારણ કરીને વીતરાગના માર્ગમાં આગળ વધવું જોઈએ. આપણે આ જગતને પિતાનું માનીશું તે બંધાવું પડશે. જગતમાં મેહદષ્ટિથી બંધાવું તે યોગ્ય નથી. અજ્ઞાન દષ્ટિથી જો આ જગત પ્રત્યે જોવામાં આવે તે જગત પિતાને બંધનરૂપ થશે, અને જ્ઞાનદષ્ટિથી જાત પ્રત્યે જોવામાં આવે તે મેહનું જોર ટળી જશે. આપણું જીવન પુત્રાદિના જીવન ઉપર આધાર રાખતું નથી. આપણે બીજાના ઉપર આધાર રાખીને દુઃખનાં રોદડાં રોઈએ તે છતી આંખે નહિ દેખવા જેવું છે. જે જે બનાવો બને છે તેમાંથી આપણને કાંઇપણ જોવાનું મળે છે. શીખવાનું મળે છે. વિવેક બુદ્ધિથી વિચાર કરીને શોકના સ્થાનકોનું નિવારણ કરવું જોઈએ. ભીખાને આત્મા એ સ્વતંત્ર હતું એ કંઈ બંધાચલે ન હતો. માટે એને શક છોડી દો, અને હૃદયમાં હિંમત ધારણ કરે, ભાઈ નેમચંદના મૃત્યુ નિમિત્તે લખાયલે શેક નિવારણ નિબંધ વાંચે, અને તમારા આત્મા ઉપર આવતાં રાગદ્વેષોના આવરણે દૂર કરે. તમારા આત્માને શુદ્ધ કરે. તમારો આત્મા જ વિચારવા યોગ્ય છે. ધ્યાન કરવા
ગ છે. બાહ્ય વસ્તુની મમત્વ કલ્પનાનું બંધન ત્યજી દ્યો, અને વીતરાગ ભાર્ગ ઉપર સ્થિર થાવ. આપણેજ મોહને ત્યજીએ છીએ. શાંતિના માર્ગ તરફ વળે, અને ભીખાના આત્માની શાંતિ ઈચ્છો. હું પણ તેના આત્માની શાંતિ ઈચ્છું છું. ભીખાના જન્મ અને મરણમાં સમભાવ દૃષ્ટિવાળા થાવ. સમભાવ દૃષ્ટિથી પિતાના આત્માને અને પરના આત્માને દેખશો તે જગતનું મેહ ટક ભુલી જશે, અને તમારા આત્માની તમે શાંતિ પામશો.
સંવત ૧૮૬૮ શ્રાવણ વદિ ૮.
For Private And Personal Use Only