________________
Shri Mahavir Jain Aradhana Kendra
2;
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
સમજાતા નથી. હા કે નામાં મારી વૃત્તિ નથી. સર્વે ભેગા થઇ પુસ્તકા વાંચશેા પ્રમાદનો ત્યાગ કરી. જ્ઞાન ક્રિયાથી મેાક્ષ મળશે. ૐ શાન્તિઃ
તા. ૧૪ એપ્રીલ. સન. ૧૯૧૦
×
X
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
મુ. અમદાવાદ. તા. ૫-૯-૧૯૧૨.
શ્રી વાદરા મધ્યે સુશ્રાવક શા. કેશવલાલ લાલચંદ યાગ્ય ધર્મ લાભ, વિશેષ તમારા પુત્ર ભાઇ ભીખાનું મૃત્યુ જાણી લખવાનુ કે તમેા ભીખાના મૃત્યુથી દિલગીરી કરશે નહિં. દુનિયામાં જન્મ અને મરણની ઘટમાળ ચાલ્યા કરે છે. જેના જન્મ છે. તેનું મરણ પણ છે. જ્ઞાની પુરૂષા જન્મ અને મરણથી દિલગીર થતા નથી. તેઓ જાણે છે કે શરીર સદાકાળ બદલાયા કરે છે. સર્વ મનુષ્યો પોતાની આયુષ્ય મર્યાદા પૂર્ણ થતાં દેહરૂપ વસ્ત્રને ત્યાગ કરીને અન્ય દેહરૂપ વસ્રને ગ્રહણ કરે છે. જે વસ્તુને શાક કરવામાં આવે છે. તે વસ્તુ કાંઇ પેાતાના તામાની નથી, અને તેના ઉપર કાંઇ પેાતાના હક નથી, અને જે વસ્તુ પેાતાની છે તેની ક્લિગીરી નથી. મનુખ્યા મોટા ભાગ્યે ભ્રાંતિથી સ્વાની ખાતર ડેકૂટે છે. પેાતાના સ્વા મૂકી દેવામાં આવે ને પરમાર્થદૃષ્ટિથી વિચાર કરવામાં આવે તે અજ્ઞાન દૃષ્ટિ અને મેાહનુ જોર દૂર થઇ શકે. આત્મા નિશ્ચયની અપેક્ષાથી મરતા નથી. કર્માનુસારે આત્મા અન્ય ગતિમાં જાય છે. રોનારાએ જે આત્માને રાતા હોય તે અમર આત્માને રાવુ એ કદી બનવા ચાગ્ય નથી તે બે રનારાએ શરીરને રાતા હોય તે સમજવું જોઇએ કે શરીર ક્ષણિક છે અને પરપોટાની માફક ચંચળ નાશવત છે. શરીર જડ છે તે કાંઇ રાતારની મતલબ સમજી શકતું નથી. માટે તે શરીરનું રૂદન કરવાથી કાયદો થવાના નથી. મરનારના ગુણા સંભાળીને જો દિલગીર થવાનુ હાય ! સમજવાનું કે દિલગીરીની સાથે ગુણાને લેતાં મેહના ત્યાગ કરીને સમભાવદૃષ્ટિથી ગુણાને ગ્રહણ કરવા તે વધારે હિતકર છે. દિલગીરી શા માટે કરવી જોઇએ ? દુનિયામાં વસ્તુતઃ વિચાર કરીએ તે દિલગીરી કરવાનુ કાંઇ પણ પ્રયેાજન જણાતુ નથી. આપણને જેને સબધ થાય છે તેના સંબંધે આપણે આગળ વધવુ નેએ. આ દુનિયા એક