________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૦
પત્ર સદુપદેશ.
• શાન્ત મન કરીને સર્વત્ર શક્તિ પ્રસરાવવા બને તે ઉપાય કરવા. જે ભાવિ હોય છે તે બને છે અને તે પ્રમાણે સચોગો મળે છે. સર્વનું ભલું થાઓ. સર્વત્ર શાતિ પ્રસરે એવી ભાવના સફળ થાઓ.
મનુષ્યોએ કાનના કાચા થઈને એક પક્ષીમત કદી બાંધી લેવો નહિ. કોઈ પણ બાબતને મત બાંધતાં પહેલાં પિતાના હૃદયમાં સત્યનો નિર્ણય કરવા પ્રયત્ન કરવો જોઈએ. દુર્જને અનેક પ્રકારના ગપગોળા ફેકે છે તે ગપ્પગળાઓને કાનના કાચા અને અલના આંધળા મનુષ્યો સત્ય માની લે છે. પરસ્પર એક બીજાના દંષથી યુક્તિબાજે એવી એવી અકલ્પનીય વાતો કરે છે કે જેથી આગળ પાછળને વિચાર નહિ કરનારા અને બાબાવાકય પ્રમાણે એમ માનનારા છે તે તે ગપ્પાને સત્ય માનીને ઘણી ભૂલો કરીને આડા માર્ગે દોરાય છે. માટે કલેશની ઉદીરણાના કોલાહલોમાં થતા અકલ્પનીયપ્રપંચોથી શુ મનુષ્યો એકદમ કોઈપણ જાતને અમૂક વ્યક્તિ સંબંધી મત બાંધી લેતા નથી અને સભ્ય ઉપયોગ વડે ચારે બાજુઓને તપાસ કરીને અમુક નિર્ણય પર આવવા પ્રયત્ન કરે છે અને કોઈનાથી વિરૂદ્ધ મત બાંધવામાં ભૂલ ન થાય એમ વારંવાર વિચાર કરે છે, તથા જાતે તપાસ કરીને કોઈ બાબતને અભિપ્રાય આપી હોય તે તે આપી શકે છે.
ઉપર્યુક્ત બાબત પર ધ્યાન આપીને ગ્રાહ્ય સારને આકર્ષશે અને સબુદ્ધિથી સ્વપરના હિતાર્થે જે યોગ્ય લાગે તે કરશે. આ કાલમાં ગુણાનુરાગ ધારણ કરે તેઓને ધન્યવાદ ઘટે છે. આ કાલમાં ગુણ મૂકીને કાકની પિઠે ચાંદાં ખળનારા મનુષ્યની ખોટ નથી. અવગુણે કોઈનામાં દેખવામાં આવે તેમાં કંઈ આશ્ચર્ય નથી. આ કાલમાં ગુણ દેખવામાં આશ્ચર્ય છે. દોષ દેખનારા તો લાખો મળી આવે છે પણ દોષોને ટાળવાને ખપ કરનાર તે લાખોમાં છેડા મળી આવે છે. જૈન શાસનની ઉન્નતિ થાય તેવાં કાર્યો કરવામાં સદાકાલ લક્ષ્ય આપતા રહેશે. જેનધર્મ પામીને જે મનુષ્ય પ્રમાદ કરે છે તે ચિન્તામણિ સમાન નરભવને હારી જાય છે.
लब्ध्वापि शासनं जैन, यो रागादिषु रण्यति
स हारयति काचेन, मूढश्चिंतागणिं हहा ॥ १ ॥ જેનાગોની શ્રદ્ધા, અને તેઓનું શ્રવણ, મનન, વિરતિ, પ્રભુ ભક્તિ, વ્રતની આરાધના, સંધની ભકિત, જન શાસનની પ્રભાવના ઈત્યાદિ વડે સ્વાભાને પ્રકાશ કરશે અને અન્ય જીવોનું કલ્યાણ કરવા પ્રયત્ન કરશે.
ૐ શારિત 3 મુંબાઈ-લાલબાગ,
For Private And Personal Use Only