________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
છ9
અનેક મનુષ્યો કમ બાંધી શકશે. જેઓની શક્તિ છે તે હાલ સ્વશક્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરીને જૈન શાસનની સેવા બજાવી શકતા નથી. મને એવી બાબતમાં પડવાથી લાભ તથા આત્મહિત અવબેધાતું નથી તેથી મારી ઉપર્યુક્ત બાબતમાં ઉપેક્ષા દેખીને બન્ને પક્ષ તરફના લોકો ગમે તે માની લે છે તે પણ મારે તે મારા વિચારોને અવલંબીને ચાલવાનું છે. મારાથી બને ત્યાં સુધી કોઈને હરકત ન થાઓ એમ ઇચ્છું છું. જેનામેના અનુસારે સત્યને ઉપદેશ દે અને જેનાથી વિરૂદ્ધ કોઈનું મન્તવ્ય હોય તે તે ન માનવું અને જૈનશાસનની ઉન્નતિ અર્થે જે યોગ્ય લાગે તે શુભપ્રવૃત્તિ કરવી એમ મને ઠીક લાગે છે. જેનામેના આધારે ઉપદેશ દે અને બને ત્યાં સુધી જૈન સંઘમાં કલેશની ઉદીરણા ન થાય એવી રીતે ધર્મ પ્રવૃત્તિ કરવી એમ મારું મન્તવ્ય છે. તમે જેન સંધમાં શાન્તિ વ એવા હાલમાં જ ઉપાય લેશે તો ભવિષ્યમાં જૈન સંઘને અનિષ્ટ પરિણામ ભોગવવું પડશે નહિ. અહંકારત્યાગ અને સમયસૂચકતા એ બે ગુણેને લક્ષ્યમાં રાખીને જૈન ધર્મના આગેવાને હાલ પ્રવૃત્તિ કરશે તે જૈન શાસનની શોભામાં વધારે થશે. જૈન ધર્મના પ્રવર્તએ દીર્ધદષ્ટિ અને સમય સૂચકતા વાપરીને જૈનશાસનની ઉન્નતિમાં ભાગ લેવા જોઈએ. જૈનસંધમાં સામાન્ય જે ક્લેશની ઉદીરણું ચાલે છે તેની સામાં આંખ મીંચામણાં કરીને આગેવાને બેસી રહેશે તે બે કાચંડાની લડાઈથી જેમ આખા વન અને તેમાં રહેનાર પ્રાણીઓનો નાશ થયે એમ જૈન સંઘમાં પણ તેનાથી કિંચિત હાનિ પ્રાપ્ત થઈ શકશે. સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ જૈન સંધ પાંચમા આરાના છેડા સુધી પ્રવર્તવાને છે. જૈન શાસનમાં કોઈ પન્થ ઉભો કરવા માગશે તે તે ચાલનાર નથી, સત્યના બળથી અસત્યને નાશ થાય છે. ભિન્ન ભિન્ન સંધાડાના સાધુઓમાં જે સંપ હશે તે તેના સામું કેાઈનાથી જોઈ શકાશે નહિ. જૈનધર્મની રીતિએ જે ચાલશે તે મેક્ષ પ્રાપ્ત કરી શકશે. કેટલાક ઉછાંછળા લેખકેથી જનોના મનમાં અસ૬ વિચારેની અસર થાય છે. જુના અને નવા એ બે જમાનાને લખી જૈનાગમને બાધ ન આવે તે પ્રમાણે ચતુર્વિધ સંધ પ્રવૃત્તિ કરે તે ખરેખર જૈન ધર્મની ઉન્નતિ થયા વિના રહે નહિ. કેળવાયેલાઓએ જૈનશાસ્ત્ર સંબંધી ઘણું જાણવું જોઈએ. સામાન્ય મત ભેદોને દૂર કરીને એક બીજાની સાથે પ્રેમ ધારીને પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રતિપાદકશેલીથી જૈન લેખકેએ લેખે લખવા જોઈએ. જો કે તેમાં પણ કંઈ એકાને કહેવાનું નથી.
For Private And Personal Use Only