________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭૫
પડશે અને ભવિષ્યની જૈન પ્રજાના શ્રાપના ભંગ થવું પડશે. પ્રગતિમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં જે જે વિદને આવે તેને મારી હઠાવવાં જોઈએ. આપણા સવિચારે અને આપણું સહન ખરેખર આપણી ચારે બાજુએ એવા શુભ સંગે ઉત્પન્ન કરે છે કે જેથી આપણાથી અન્ય મનુષ્યનું ભલું થઈ શકે છે. માનસિક, વાચિક, અને કાયિક શકિતોને ખીલવવાની શુભ કેળવણીને આવકાર આપીને આપણે સ્વાશ્રયી બનવું જોઈએ. પરાશ્રયી ભિક્ષાની ઈચ્છા ન કરતાં સ્વાશ્રયી બનીને આપણે દુનિયાની ઉન્નતિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. શ્રી જૈનાગમાં કથેલા સદ્વિચારેને ફેલાવવા માટે આપણે કટિબદ્ધ થવું જોઈએ. જેનેપર ઝઝુમી રહેલાં કલેશનાં વાદળે અને વિખરાશે, અને તે માટે આપણે સંપના માર્ગમાં આગળ વધવા આત્મભોગ આપવો જોઈએ. જે આપણે વિચારે સારા છે અને તેથી જગતનું કલ્યાણ થવાનું છે, એમ નિશ્ચય થતો હોય તો સત્ય વિચારનો ફેલાવો કરવા કેમ સ્વાર્પણ ન કરવું જોઈએ? આપણું જૈન ધર્મની ભવિષ્યમાં ઉન્નતિની આશા આપણા વર્તમાન કાલના ઉદ્યમ ઉપર આધાર રાખે છે સવિયારે ગમે ત્યાં ગમે તેવા મનુષ્યમાં અમુક ગ્યતાએ પ્રકટી શકે છે. સત્ય વિચારે ગમે ત્યાં પ્રકટી નીકળવાના. જગતને દયા-સત્ય, બ્રહ્મચર્ય, સંપ-શુદ્ધ પ્રેમ, આત્મદષ્ટિ આદિસગુણથી જ શાન્તિ થવાની છે. આપણે જેનધર્મ ખરેખર આખી દુનિયાના મનુષ્યોને ધર્મ છે, એમ માનીને આખી દુનિયાના મનુષ્યોના હૃદયમાં તે પ્રકટી નીકળે એવા ઉપાવડે જગતને જેનધર્મનું દાન તેજ ખરી જગત સેવા છે. એમ માનીને સેવા ધર્મમાં આગળ વધવું જોઈએ. પાશ્ચાત્યાની પ્રવૃત્તિને આપણે શુભ રૂપમાં ફેરવીને તેવડે ભવિષ્યની પ્રજાના કલ્યાણ માટે આગળ વધવું જોઈએ. પ્રવૃત્તિ વિના ચેન પડતું નથી. ગમે તે પ્રકારની પ્રવૃત્તિ કર્યા વિના છૂટકો થતો નથી ત્યારે ઉપર્યુક્ત જગત સેવા રૂપ પ્રવૃતિમાં ભાગ લેવા માટે કેમ આત્મભોગ ન આપવું જોઈએ? આત્માને વિશાલ દષ્ટિ અને શુદ્ધ પ્રેમ ગમે છે. આત્માને ધર્મ ખરેખર આત્માને ગમે છે. આપણને શ્રીમહાવીરની વાણી પિતાને ખરે આત્મધર્મ જણાવે છે અને તે માર્ગે આપણે સદ્દવિચારોથી અને સદ્દવર્તનથી ગમન કરવું જોઈએ. વિચાર દષ્ટથી જૈન ધર્મને જગતમાં વિસ્તાર થઈ શકશે. શ્રી મહાવીરની વાણુને સદેશે આખી દુનિયાને પહોંચાડે. આખી દુનિયાના મનુષ્યોના હૃદયમાં મહાવીરની વાણીને અમૃતરસ રેડે. એવી જગત સેવા કરવાને લાયક બને અને જગત સેવા કરે. આપણે અને આપણા ધર્મને ઉદ્ધાર આપણું હાથે થવાનું છે. વિદ્ધ
For Private And Personal Use Only