________________
Shri Mahavir Jain Aradhana Kendra
100
www.kobatirth.org
X
પત્ર સદુપદેશ.
પ્રભુની સાથે એય કરી દેવુ જોઇએ. પ્રભુના સદ્ગુણેાના ધ્યાન વડે આત્માને પોષવા જોઇએ. દુનિયામાં એવી ફાઈ વસ્તુ નથી કે જે પ્રભુના ધ્યાનથી પ્રાપ્ત ન થાય. શુદ્ધ પ્રેમથી જ પ્રભુભકિતરૂપ અમૃતરસનું પાન કરી શકાય છે. પ્રભુ ભકિતથી પૂર્વનાં પાપકમ પણ પુણ્યરૂપે પરિણમે છે. આપણે પ્રભુના ઉપર્ અત્યંત શ્રદ્ધા ધારણ કરવી જોઇએ. પ્રભુના ઉપદેશ શ્રવણુ મનન ફરવા ચેાગ્ય છે. પ્રભુમાં એટલો બધો પ્રેમ વધારવા જોઇએ કે જેથી જ્યાં ત્યાં પ્રભુનું ચિત્ર ખરેખર હૃદય ચક્ષુ આગળ ખડું થાય. પ્રભુ ભકિત કરનારે ધ નામના મુકિત મહેલના પગથીયા પર સ્થિર રહેવું જોઇએ. દુનિયામાં સવ વેનું ભલુ કરવાની બુદ્ધિ જેમ જેમ અંતમાં વિશેષ પ્રકટશે તેમ તેમ પ્રભુના ભકિતના ઉચ્ચ પ્રદેશમાં વિચરવાનું થશે. પ્રભુમાં ધારેલી પૂજ્ય ભકિતના પ્રવાહ એટલો બધો વહેવા જોઇએ કે જેથી આખુ જગત્ પણ તે ભકિત રસના પ્રવાહમાં પ્રવાહિત થઇ જાય. આપણે મનુષ્યને અવતાર લેને મનુષ્ય જ રહેવાનુ નથી પણ આગળ વધીને પરમાત્મા થવાનું છે. એ વાત આપણા લક્ષ્યની બહાર ન રહેવી જોઇએ. આપણા આત્મામાં શુદ્ધ ભક્તિના પ્રવાહ ખરેખર ગંગાના પ્રવાહની પેઠે એકાંડે પૂર્ણ વહેવા જોઇએ. પ્રભુની ખરી ભકિત અને સતેાંની ખરી સેવાથી મનુષ્ય આખી દુનિયાને પોતાની તરફ આકર્ષી શકે છે. મનુષ્યની જીંદગીના જેટલા ક્ષણૢા, પ્રભુ ભકિત સેવા વગેરેમાં ગયા તેટલાજ લેખે છે. પ્રભુની ખરી ભકિતમાં આખી દુનિયાનું મમત્વ ત્યાગી શકાય છે તે પછી કુટુંબ ધન વગેરેનું તે અતર્થી મમત્વ ન રહે એમાં શુ કહેવું ? પરમાત્મા વીતરાગ દેવનું ક્ષણે ક્ષણે સ્મરણુ કરો. આપણા આત્માને આપણે ઉચ્ચ શુદ્ધ બનાવવા હાય તા વીતરાગની ભકિત તરફ્ લક્ષ્ય રાખવુ જોઇએ. આનંદ, ઉત્સાહ, હર્ષ, શુદ્ધ પ્રેમ, પરાપકાર, ઉત્તમ વૈરાગ્ય વગેરે ગુણો વધે તે જાણવું કે મારો આત્મા હવે પ્રભુ ભકિતમાં આગળ વધ્યા. તમારા આત્મા તેવા થા. ૐ શાંતિઃ
×
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
923
X