________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
આજથી પચાસ વર્ષ પશ્ચાત્ થનારી પ્રજા ગુરૂકુળના જેવી અન્ય સંસ્થાઓથી પિતાની ઉન્નતિ કરી શકશે તેના માટે વર્તમાનમાં સદ્દવિચારોને ફેલાવે અને મહાકાર્યો કરવાને માટે માનવજન છે. ઉદયનાં કાર્ય કરે. તિઃ ૩
x
. અમદાવાદ. વલસાડ. તત્ર કહાવંત, દયાવંત, દેવગુભક્તિકારક શા. નાથાલાલ ખુમચંદ, શા. ડાહ્યાભાઈ કેશુભાઈ, હીરાચંદ મોતીચંદ તથા રાયચંદભાઈ મેધાજી વિગેરે સંધસમસ્ત યોગ્ય ધર્મલાભ. વિશેષ. ધાર્મિકજ્ઞાનની પ્રાપ્તિ વારતે દરરોજ પ્રયત્ન કરશો.
જે વખતે મનુષ્ય, ધર્મના વિચારો કરતું નથી તે વખતે તેની પાસે અધર્મના વિચાર આવે છે. મનુષ્યની જીંદગીમાં જેટલું કરવાનું હોય છે તેટલું કરી શકાય છે. વલસાડમાં સંધ ધારે તો તે પિતાના ગામમાં ધાર્મિક કેળવણીને પ્રચાર સારી રીતે કરી શકે. જે મનુષ્ય ઉંઘમાં રહે છે અને કર્મના પર આધાર રાખીને ઉધે છે અને ઉદ્યમ કરતા નથી. તે મનુષ્ય પોતાની પાછળ ભવિષ્યની પ્રજા માટે સારાંફળ મૂકી જતા નથી, અને તેથી ભવિષ્યની પ્રજા તેમની યાદી કરી શકતી નથી. આપણે દરરોજ કંઈ કરવું જ જોઈએ. એક ક્ષણમાત્ર પણ બેશી ન રહેવું જોઈએ. આપણા માથે ધણી ફરજો છે. અને તે અદા કર્યા સિવાય, છૂટકે નથી. ધર્મનાં કાર્યો પાંગળાં છે. તેને કોઇ ચલાવનાર જોઈએ. જેનોની ઉન્નતિની સારી તક કદી ન ખોવી જોઈએ. ભેદભાવમાં અને સ્વાર્થબુદ્ધિના કલેશેને ત્યાગ કરીને જનોની ઉન્નતિ માટે ઉદ્યમ કરે. કેશરીસિંહના પરલોકગમન પશ્ચાત તેની ખોટ પૂરાય, એવા સર્વે બને, અને જેને આગળ લાવી શકાય તેવો યે ઉદ્યમ કરે. જેને આરંભે શરા છે.અને પાછળથી મુડદાલ બની જાય છે. આપણી ભૂલને આપણે જોવી
જોઈએ, અને કુરીવાજોને ત્યાગ કરીને સંઘની ઉન્નતિ થાય અને જેનતને દુનિયામાં પ્રચાર થાય તેવાં કાર્ય કરે અને કરનારને સહાય આપે. ધર્મસાધનમાં એકક્ષણ પણ પ્રમાદ ન કરશે. ૐ તત રૂ.
સંવત ૧૮૮ ના જેઠ વદ ૦))
For Private And Personal Use Only