________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
મુ. અમદાવાદ.
સુરત તત્ર સુશ્રાવક વકીલ છોટુભાઈ ગુલાબચંદ તથા શા. નેમચંદભાઈ દેવચંદભાઈ ધર્મલાભ.
વિશેષ ધર્મની આરાધના કરવાની છે તે સદાના સુખ માટે કરવાની છે પણ તેમાં ઉપગ રાખવાની જરૂર છે. જે વખત પિતાના આત્માના. ધર્મમાં રમણતા થાય છે તે વખતે બાહ્યભાવની પરિણતિ મન્દ પડે છે. જે વખતે મનુષ્ય ખરા ધર્મના ભાવથી ધર્મ પ્રવૃત્તિ કરે છે. તે વખતે તે આખી દુનિયાના ઉપર શુદ્ધપ્રેમ ધારણ કરે છે અને કલેશમાં ધર્મને અંશ પણ તે માની શકતું નથી. જે વખતે આત્મા પિતાને શુદ્ધધર્મને નિશ્ચય કરે છે તે વખતે બાહ્યભાવમાં ધર્મ નથી એવો નિશ્ચય થવાથી ધર્મને નામે થતાં યુદ્ધોથી દૂર ઉભે રહે છે અને અસત પક્ષમાં તણાતું નથી. જે વખતે મનુષ્ય જૈનધર્મને સ્વાભાવિક રહસ્યને પ્રાપ્ત કરે છે તે વખતે ગચ્છના મારામારીધર્મને અવેલકત નથી. શ્રી અનન્તકૃપાળુમહાવીર પ્રભુનું દર્શન કર્યા બાદ જૈનશાસનનું અન્તરંગ સ્વરૂપ એવું તે ચેખું આભામાં અવબોધાય છે કે તેથી સર્પ જેમ કાંચળીને ઉતારી દે છે તેમ ધામધુમ અને ધમાધમમાં જેનશાસનની ઉન્નતિબુદ્ધિને જે ખોટે ભ્રમ વસી ગયો હોય છે તેને ટાળી દે છે. જે વખતે મહાવીર પ્રભુનાં સત્યસિદ્ધાંતો સમજવાની શક્તિ પ્રગટ થાય છે તે વખતે આત્મામાં એવો અપૂર્વ વિલાસ પ્રગટે છે કે જે વીલ્લાસથી સત્યસાધુઓને પારખવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને સાધુના આચારથી સાધુ પારખી શકાય છે પણ તે આત્મભાવથી દૂર રહે તે સાધુ ગણાય નહિ, એમ મનમાં નિશ્ચય કરવો જોઈએ. નકામી ધમાધમ કરનારા કુસપી મનુજ જૈન શાસનમાં કલેશ કરાવનારા છે એમ મનમાં નિશ્ચય કરવો જોઈએ. કલેશ કરાવનાર જૈનશાસનમાં ધર્મને નામે ઝઘડા ઘલાવનાર, ઈર્ષા અને નિન્દાની મૂતિઓ હોવા છતાં જેઓ પિતાને ધર્મના રક્ષક ગણે છે તેઓ ખરેખર ધમના રક્ષક ગણાય નહીં પણ ભક્ષક ગણી શકાય. પંચમકાલમાં જે વિવેક રૂપ કાળજું ઠેકાણે ન હોય તે સ્વભાવમાં રમણતા કરી શકાય નહિ, જૈનધર્મમાં કાલાન્ગે અનેક ભેદ પડ્યા છે તેમાંથી ૪૫ આગમ આદિના આધારે રસત્ય શોધીને પિતાના આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. મૂર્ખાઓના નાયક બનવા કરતાં મૂર્ખાઓથી હજાર ગાઉ દૂર રહેવું એ ઉત્તમ સમાધિ માગે છે. જેનશાસનની અવનતિ કરનાર મુખઓને કોઈપણ રીતે પુષ્ટિ
For Private And Personal Use Only