________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
19૮૪
પત્ર સદુપદેશ.
અનુભવ પ્રતીતિ થતી નથી. હાલ તે તેવી આત્મદશાના વિચારની શ્રેણિથી આત્માને વિચારવાની પ્રવૃતિ અંગીકાર કરવા યોગ્ય છે. ધ્યાન ભાવનાવડે આત્માનો અનુભવ કર્યા વિના આગળ ચડાશે નહિ. પુસ્તક દ્વારા આત્માના ગુણે વાંચી ગયા એટલે બસ થઈ ગયું એવા સંતેષ ન માની લેવો જોઈએ. કારણ કે ચારિત્રભાવનાવડે વાસનાઓનાં મૂળ હઠાવ્યા વિના ઉપર ઉપરનું વાચિકજ્ઞાન પરિપકવદશાવાળું થઈ શકશે નહિ. પિતાને આત્મા પિતાના સ્વરૂપની સાક્ષી એવી આપે છે કે આજ સ્વરૂપ ખરૂં છે અને તે માટે સર્વે પ્રાણે કુરબાન છે એજ પકવજ્ઞાન ગણાય અને એવું પકવ જ્ઞાન તે આત્માનું સ્વરૂપ વિચાર્યા વિના પ્રગટી શકે નહિ. પિતાની મેળે એકાન્તમાં વિચારેવડે આત્માનું સ્વરૂપ અનુભવવું જોઈએ. હિંદુસ્તાન આદિ ચારે ખંડના નકશા જોયા પછી ચારે ખંડને સાક્ષાત જેવા જોઈએ. તે પ્રમાણે આત્માના સ્વરૂપને પ્રતિપાદન કરનારા એવા ગ્રન્યોરૂપ નકશાઓ જેઈને પણ આત્માને સાક્ષાત અનુભવવા સદવિચાર કરવા જોઈએ. આત્માનું ધ્યાન કરીને સહજાનન્દ અનુભવે. ૩ તિઃ
મુર વસે પાદરા તત્ર શ્રદ્ધાવંત, દયાવંત, દેવગુરૂભક્તિકારક, સુશ્રાવક, વકીલજી શા. મોહનલાલભાઈ હિમચંદભાઈ યોગ્ય ધર્મલાભ. વિ. પત્રમાં લખેલી સવે હકીકત જાણી છે. ચોમાસા માટે ભાવિભાવ હશે તેમ બનશે. મેં મારું ચોમાસાનું કાર્ય તમને બે માસમાં કરી આપ્યું છે, અને બાકીનું કાર્ય કરવા ભાવ છે. મારા ધારવા પ્રમાણે તમને મારાથી ચોમાસામાં જ વિશેષ લાભ થાય તેવું અવબોધાતું નથી. અન્ય કેઈ સાધુને ચોમાસું લાવવામાં ઉપયોગ રાખવા એ આવશ્યક કાર્ય છે. પ્રાયઃ અમદાવાદ ગયા બાદ ચોમાસું ક્યાં થશે તેને કંઈ નિર્ણય કરી શકાય. વિશેષ હકીક્ત રૂબરૂમાં મળી શકશે મનુષ્ય સાનુકુલ સંયોગ છે છે પણ તેઓને પુરૂષાર્થ અને ભાગ્ય આદિ કારણ ઉ૫ર આધાર રહે છે. તમારા આત્માનું કલ્યાણ વિશેષતઃ બને એમ ઇચ્છું છું. ઉત્તરદિશા પ્રતિ પ્રયાણ થવા માટે અન્તથી પ્રેરણા થાય છે. તમે જાણે છે કે કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યામંએ
For Private And Personal Use Only