________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
19૮૩
મુ. વસે સુશ્રાવક શા... ............ થોગ્ય ધર્મ લાભ. વિ. તમોએ લખેલી હકીકત વાંચી સમાચાર જાણ્યા છે. તો શંકા વિગેરેની બાબતમાં ચંપાંગલીમાં શા. લલ્લુભાઈ કરમચંદ કાપડ દલાલને હકીક્ત જણાવશે. એટલે તે પિતે ઉત્તર આપશે વા લખી જણાવશે, એટલે સમાધાન કરીશ. પત્રમાં હકીકત કેટલી લખી શકાય. વિશેષ સગ્રંથ વાંચીને પ્રતિદિન આત્માના સદ્ગુણે ખીલવવા પ્રયત્ન કરશે. દુનિયામાં જે જે મનુષ્યોમાં સદ્ગુણ દેખાય તે તે સદ્દગુણોની અનુમોદના કરવી. જૈનાગમમાં આત્માની પરમાત્મદશા થવા માટે પરિપૂર્ણ ઉત્તમ ઉપાયો બતાવ્યા છે. જેમ જેમ અનુભવદષ્ટિ ખીલતી જાય છે, તેમ તેમ જૈનાગમાંથી ઉત્તમ રહસ્ય પ્રાપ્ત કરી શકાય છે. આત્માના ગુણોની પ્રકટતા કરવા માટે દ્રવ્ય અને ભાવથી અપ્રમતપણે સદાકાલ પ્રયત્ન કરવો જોઈએ. આ દુનિયામાં મનુષ્ય જેવી જેવી સંગતિ પામે છે તેથી તે સંગતિના અનુસાર તેવા તેવા પ્રકારની મનોવૃત્તિને ધારણ કરે છે. ચાલણીની પેઠે કાંકરાને જેઓ સંગ્રહ કરે છે, તેઓ ગુણાનુરાગદષ્ટિ વિના અવગુણ તરફ ઘસડાય છે. દેવગુરૂ ધર્મનું સાધન કરવું.
સંવત ૧૮૬૮ ના જેઠ સુદિ પ.
શ્રી અમદાવાદ, તા. ૬-૯-૧૨
શ્રી પાદરામધે શ્રદ્ધાવંત, દયાવંત, દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક વકીલશ. મેહનલાલ હિમચંદભાઇ યોગ્ય ધર્મલાભ. પત્ર આવ્યો તે પહોંચ્યો. શરીર કંઈ જોઈએ તેવું ઠીક રહેતું નથી તેપણુ કાર્યમાં તેનો ઉપયોગ થયા કરે છે. દેહમાં આત્મબુદ્ધિ રાખીને આત્માને ન ભૂલવું જોઈએ. આત્મા પિતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સત છે. તેનામાં વિશ્વાસ રાખી તેની ઉપાસના કરનાર પણ આત્મા છે. આધ્યાત્મિક પુસ્તકો વાંચીને પણ કલાકોના કલાકો પર્યવ એક સતત વિચારપ્રવાહ વહેવાથી આત્માની પ્રતીતિ થાય છે, આત્માનું ધ્યાન ધર્યા વિના આત્માની
For Private And Personal Use Only