________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૨
પત્ર સદુપદેશ.
સંકુચિત વાતાવરણને તાબે ન થતાં સ્વહૃદય અવિરુદ્ધ અને ધર્માવિરૂદ્ધ કાર્યને કરવાં જોઈએ. દીર્ધદષ્ટિથી વિચાર કરીને કાર્ય કરશે. જૈન ધર્મની વિજય પતાકા ફરકે એમ જેવા ઈચ્છું છું. જાના અને નવામાંથી સત્ય લેઈ વિશાલદષ્ટિથી કાર્ય કરશે.
સંવત ૧૯૬૮ ના જેઠ સુદિ ૪
મુ. વસે રાધનપુર મધ્યે સુશ્રાવક પંડિત હરગોવિન્દદાસ ત્રિકમદાસ તથા પંડિત વેલસિંહ છગનલાલ ગ્ય ધર્મલાભ વિ. તમારે પત્ર આવ્યા તે પહેંચે. જૈનધર્મને ફેલાવો કરવા માટે પરસ્પર સહાય કરીને પિતાની ફરજ અદા કરવી એ ઉત્તમ મનુષ્યનું કર્તવ્ય છે. પરસ્પર એક બીજાનું શ્રેયઃ કરવામાં જે ઉન્નતિભાવને રસ રેડાય છે તે રસથી સ્વ અને અન્યને આપણે ઉત્તમ બનાવી શકીએ છીએ. જે મનુષ્યો વિશાલદષ્ટિ ધારણ કરીને પ્રત્યેક મનુષ્યની સાથે અમુક વિષયમાં ખરા અંત:કરણથી મળતા રહીને જૈનધર્મની સેવા કરે છે. તેઓ પોતાની જીંદગીની સાથે અનેક મનુષ્યોની જીંદગી ઉત્તમ કરી શકે છે. જે મનુષ્ય પોતાની ઉન્નતિ અને મહત્તા ઇચ્છતા હોય તેઓએ અન્યોના ઉપર તેવી દષ્ટિથી વર્તવું જોઈએ. જૈનધર્મની ઉન્નતિના માટે આત્મભેગ આપનાશઓનાં હૃદયો બહુ ગંભીર, વિશાલ, વિશ્વાસી, પ્રેમ અને ગુણાનુરાગ આદિ સગુણથી ભરેલાં હોવાં જોઈએ. સ્વાર્થ અને આશા વિનાના ધમરનેહથી જોડાયેલા મનુષ્યો પિતાની જીંદગીને ઉત્તમ બનાવી શકે છે, ભાષા પાંડિત્ય આદિ શક્તિઓ બહુ ઉપયોગી છે છતાં તેની સાથે શુદ્ધ પ્રેમ, ગંભીરતા, સેજન્ય, સંપ, સહનશીલતા, કૃતજ્ઞ, આદિ જે ગુણ હોય છે તે તે મનુષ્યો પિતાના આત્માને વહાણ જે બનાવીને હજારે જીવને આશ્રય આપી સંસારસાગરને તરી જાય છે, જૈન કોમમાં આત્મિક સદ્ગણની વૃદ્ધિ થાય તેવા અનેક ઉપાયોને જવાની જરૂર છે. આપણે પણ પિતે તે પ્રમાણે પ્રયત્ન કરીશું તે અન્યોને સહાય કરી શકીશું. ધર્મ સાધન કરશે.
સંવત ૧૭૬૮ જેઠ સુદિ ૫.
For Private And Personal Use Only