________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭૮૧
નન
ManomenarenA
સંબંધ તન ને મેળને એ મેળની કિંમત નથી, મેંલા ઘણા ચેલા થતા એ શિષ્ય નહિ છે સ્વપ્નમાં બેલે જગતના સાંભળીને ગારના ખીલા બને, એવું થયું બહુ વારૂ એમાં જ્ઞાન ખામી જણવી; નિજ ફરજ જાણી એ કહ્યું શુભ સાર લેજે ચિત્તમાં, લેવું નથી દેવું નથી એ વાતમાં મારે જરા. પરવા નથી મુજ ઈન્દ્રની કે ચન્દ્રની નાગેન્દ્રની, જેવું સુઝાડે બુદ્ધિ તેવું કર મને પરવા નથી; પૃથ્વીતણી શય્યા કરીને ચન્દ્ર ભાનુ દીવડા, આકાશના તંબુ વિષે નિજ આત્મમાંહી મસ્ત છું. મળશે અરે જેવા હૃદયથી સાર તે પામશે, કથની કરે સહુ કે અરે જેવું કરે તે ભોગવે; આલમ બધી નિજ દીલના બહુ તાનમાં મસ્તાન છે, બુદ્ધયબ્ધિ” અન્તમાં રમણતા સર્વ સુખનું સ્થાન છે.
સં. ૧૮૬૮ જેઠ સુદિ ૩ મ. વસે.
મુકામ વડોદરા, તત્ર અનિરાજ શ્રી પ્રવર્તક શ્રી. ૧૦૦૮ શ્રી કાતિ વિજયજી તથા મુનિરાજ શ્રી. હંસવિજયજી વગેરે ગ્ય, વસોથી લે. બુદ્ધિસાગરની ૧૦૦૮ વાર વંદના અવધારશે. વિશેષ મુનિરાજ શ્રી વલ્લભવિજયજી મહારાજને જૈન ગુરૂકુળ સ્થાપવા વિચાર છે એમ સાંભળ્યું છે અને મારો પણ છે. તેઓએ અદ્યાપિપર્યન્ત તે માટે કેવા પ્રકારના વિચાર કર્યા છે તે જણાવશે તે આભાર માનવામાં આવશે. પ્રવર્તકશ્રીને માલુમ થાય કે ત્યાં ભેગા થવાથી આપના સમૂહ વડે કાઈપણ ઉત્તમ કાર્ય થાય છે તે વિદ્વાનોએ બુદ્ધિગમ્ય સ્વાતંત્ર્ય અને આધુનિક દશાને વિચાર કરીને જૈનધર્મને ઉદય કરવા વિશાલદષ્ટિથી પ્રયત્ન કરવું જોઈએ. વિશાલ દૃષ્ટિ અને ભલાભાવને ધારીને વર્તમાનની સેનાની તકને ન ખેવી જોઈએ. નિરક્ષર ધનતિના
For Private And Personal Use Only