________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૦
પત્ર સદુપદેશ.
મુ વસે ૧૯૬૮ જેઠ સુદિ ૧ ધર્મજીજ્ઞાસુ, સુશ્રાવક શા. ડાહ્યાભાઈ કેશુરભાઈ તથા શા. નાથાલાલ ફુલચંદ ત્થા શા. હીરાભાઈ થા લલ્લુભાઈ ત્યા વીરચંદભાઈ વગેરે
ગ્ય ધર્મલાભ. વિશેષ તમારે પત્ર આવ્યો. પાદરાથી ગામેગામ વિહાર કરીને વસ સુધી અવાયું છે. યથાશિત વિહારમાં ઉપદેશ દેવાય છે. કેશરીના મરણથી તેમને ધર્મોત્સાહ પ્રેરક પુરૂષની ખોટ પડી છે પણ હવે તમે પિતેજ જૈન ધર્મની સેવા કરવામાં સર્વને ધર્મોત્સાહ પ્રેરક બનશે. સદ્ગુરૂના ઉપદેશથી જેનું હૃદય ભેદાયું નથી તે ઉપર ઉપરથી કારણ મને ધર્મમાં પ્રવૃત્તિ કરે છે, પૂર્ણ શ્રદ્ધા ધારીને ધર્મની આરાધના કરનારાઓ ધર્મશાસ્ત્ર વાંચીને ધમમાર્ગમાં ઉંડા ઉતરે છે. ધર્મમાર્ગમાં જેને રસ પડે છે તે મનુષ્ય ખરેખર ધર્મમાગમાં ગમન કરી શકે છે. આત્મભેગ આપ્યા વિના જૈન ધર્મની આરાધના થઈ શકતી નથી એ નકી માનશે. દશ પંદર ગોદડીઓ ઓઢીને ઉંધી ગયેલા મનુષ્યને શ્રી સલ્લુરૂ બેધરૂપ લાકડીવડે જગાડે છે તેપણ તે જરા હાલીને પાછો ઊંધી જાય છે. પુનઃ જાગે છે. પુનઃ ઉધે છે. હવે તે બરાબર જાગ્રત થઈને ધર્મમાર્ગમાં ગમન કરશે. સર્વને ધર્મલાભ જણાવશે.
જેવી મળે છે સંગતિ તેવા અરે તું થઈ જ, સંકલ્પ જે જે તેં કર્યા તે પર્ણવત્ બહુ હાલતા; પ્રતિ પક્ષીઓના સંગને સંબંધ પામી મુંઝતે, પ્રાબલ્ય નહિ નિજ બુદ્ધિનું તેથી અરે તું ડગમગે... ૧ ભરમાય છે શંકાય છે સંબંધ પણ રાખે અરે, એ શિષ્યને સંબંધ હલદર વસ્ત્ર જે જાણ; એવા સંબધે શિષ્યનો ઉદ્ધાર થાત નહિ કદી, જે શિષ્ય નહિ અન્તર્ થકી તે રઝ વાનનું જાણવું. શ્રદ્ધા અને પ્રેમ વણ તો શિષ્ય નહિ કો જગ વિષે, શ્રદ્ધા અને ભક્તિ વિનાના શિષ્ય પત્થરના સમ,
For Private And Personal Use Only