________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ
99
વ્યિવસ્થા કરી હતી અને ત્યાંને સંધ અમારા ઉપદેશથી કાર્ય ઉપાડી લેત પણ આધુનિક કલેશની વિટંબનાથી બાજી પાછી સંકેલી લેવી પડી હતી તે સંબંધી હકીક્ત, શા. ગુલાબચંદ દ્વાન જાણવામાં હતી. કેઈપણું કાર્ય કરતાં વિટબના ભેગવવી પડે છે. ગામડા કરતાં શહેરમાં કોન્ફરન્સ ભરવાની સગવડતા અને કાર્યવાહકોને પણ સુગમતા થાય એમ બનવું સ્વાભાવિક છે. કોન્ફરન્સને જૈનેને માટે ભાગ ચહાય છે અને તે પ્રગતિ માર્ગમાં હેતુભૂત છે પણ તેની સાથે જણાવવાનું કે કેન્ફરન્સના આગેવાનોએ અને તેના લાગતા વળગતાઓએ ચારે તરફથી ઘણું સંભાળીને પ્રવર્તવું જોઈએ. અનેક જૈનેનાં મન મેળવીને અને અનેક જૈનેને પિતાના વિચાર આપીને તથા ઠરાવ પ્રમાણે વતને ધીમી ધીમી ગતિ કરીને સંગીન સુધારા જોઈએ. કેઈપણ બાબતમાં બે મતભેદ પડે એમાં કાંઈ આશ્ચર્ય નથી. પણ તેમાં સત્ય શું ? છે તેને નિર્ણય કરવે જોઈએ. અન્ય કરતાં જૈનમ પાછળ રહે એમ તે કદી ઈચ્છવા ગ્ય નથી. અન્ય કરતાં જૈનકમ આગળ વધે એવા ઉપાયો લેવા જોઈએ. તુર્ત વાવેલાં બીજ કંઇ એકદમ ફળ આપી શકતાં નથી. બીજવાવનારાઓએ પિતાને ફળ મળે એવી આશાએજ બીજ ન વાવવાં જોઈએ પણ ભવિષ્યની પ્રજા માટે સત્કાર્યનાં બીજો વાવવાં જોઈએ. જેમાં હાલ ચાલને કુસંપ સદાકાલ રહેવાનું નથી. જે થાય છે તે સારાને માટે થાય છે. ભવિષ્યમાં કંઈ સારું પરિણામ આવવાનું હશે તો કોણ જાણે. ગંભીરતા અને સહનશીલતા ધારણ કરીને જૈનબંધુઓનું ભલું કરવા પ્રયત્ન કરશે. મનમાં પ્રગટ થતા ખેદને શમાવી દેશો. શ્રીવીતરાગ ધર્મની આરાધના કરશે. પ્રભુભક્તિમાં સદાકાલ તત્પર રહેવું. જૈનધર્મની આરાધના કરવામાં પ્રમાદ કરે નહિ. ધર્મનાં કાર્યો કરવામાં પ્રવૃત્તિ કરવી. પરભવનું ભાતું બાંધવામાં ખામી રાખવી નહિ. જ્યાંસુધી આયુષ્ય છે ત્યાં સુધી ધર્મની સાધના ખરાભાવથી કરશે. ઘરમાં એક આગેવાન ધર્મ હોય છે તે આખા ઘરના મનુષ્યોને ધમ બનાવે છે. ફ. ફારિત રૂ.
For Private And Personal Use Only