________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
992
પત્ર સદુપદેશ.
સેને પ્રકટાવવા જોઈએ. ઉત્તમ મનુષ્ય લક્ષ્મીને એક જાતની ઉપાધિ ગણે છે અને નિરૂપાધિદશાની જીદગી ગાળવા માટે સદાકાલ પ્રયત્ન કરે છે. બાહ્ય વસ્તુઓની તૃષ્ણાથી કંઈ સુખ થવાનું નથી. પ્રારબ્ધથી શરીરને નિર્વાહ તો ગમે તે પ્રકારે થયા કરે છે. પુત્રના કર્મ પ્રમાણે પુત્રોનું થયા કરશે એમ નિશ્ચય કરીને પિતાના આત્માનું કલ્યાણ થાય એવો માર્ગ લે જોઈએ. સટ્ટા આદિના વ્યવહારથી મનુષ્યનું મન સદાકાળ ચંચળ રહે છે અને તેથી ચિત્તની સમાધિ પ્રાપ્ત થઈ શકતી નથી એ સંબંધી પૂર્વે તમને ખાસ સદો નહીં કરે એમ ભાર દઈ કહ્યું હતું. ખેર હવે કથિત ઉપદેશ લક્ષ્યમાં રાખીને ચિત્તની સમાધિ રહે એવા આલંબને વડે શરીર નિર્વાહ ચલાવ જોઈએ. ઉત્તમ મનુષ્ય ભવિષ્યની ચિન્તાઓ કરીને દુઃખી થતા નથી. ભાવી બનવાનું હશે તે બનશે એમ ઉપયોગ ધારો. પિતાના કુટુંબને સદુપદેશવડે હૈયે આપવું. ધાર્મિક પુસ્તકો વાંચીને અને તેમજ અન્યની પાસે વંચાવિને સંતોષ ધારણ કરવો. આત્માના ગુણોમાં રમતા કરવી. મનમાં થતા વિકલ્પ સંકલ્પ ટાળવા પ્રયત્ન કરવો. આત્માને આનંદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો. પ્રમાદ દશા ટાળીને ધર્મ સાધન કરવામાં સદાકાલ તત્પર રહેવું. इत्वेवं ॐ शान्तिः ३
મુકામ અમદાવાદ સં. ૧૬૮ અશા વદિ ૩.
શ્રી મુંબઈ તત્ર જૈન શ્વેતાંબર કોન્ફસના સેક્રેટરી શા. કલ્યાણચંદ સૌભાગ્યચંદ તથા ભાઈ અમરચંદ વગેરે યોગ્ય ધર્મ લાભ વિ, તમારે પત્ર પહે, કોન્ફરન્સ હરેલ્ડ માટે સૂચવેલી સૂચના પ્રમાણે સુધારે કરવાનું લખ્યું તે જાયું છે. જૈનેના વાર્તમાનિક બારીક મામલા પ્રસંગે મધ્યસ્થત્વ ધારીને પડેલા ભેદ સમાય એવી દીર્ધ દૃષ્ટિ વાપરીને યથાશક્તિ પ્રયત્ન કરશે. જેમાં સંપ વધે તે માટે તમારા જેવા પ્રયત્ન કરશે તે અને પાછી શાતિ થઈ જશે. સુશ્રાવક ગુલાબચંદ ઠઠ્ઠા તથા શા. મેતિચંદ ગિરધર કાપડીયાને કોન્ફરન્સ ભરવા સંબંધી શે વિચાર છે ? તે લખી જણાવશે. કોન્ફરન્સ ભરવાની આવશ્યકતા છે પણ તેના આગેવાનોએ સમયજ્ઞ થવું જોઈએ અને જાહેર હિમ્મત ન ગુમાવવી જોઈએ. વલસાડમાં કેન્ફરન્સ ભરવા સંબંધી
For Private And Personal Use Only