________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પત્ર સદુપદેશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુ વસેા.
તત્ર. સુશ્રાવક, ઝવેરી જીવણુચંદભાઇ ધમચંદ યાગ્ય ધર્મ લાભ. વિશેષ તમારા પત્ર પાદરાએ લખેલા પહેાંચ્યા છે. વિશેષ હુ વિહારમાં હોવાથી અને ઉપદેશ દેવામાં પ્રવૃત્ત થવાથી પત્ર લખી શક્યા નથી, વિશેષ ગુરૂકુળ માટે તમાએ લખ્યું તે જાણ્યું. ગુરૂકૂળના વિચારાને ગામેગામ અને દેશીદેશ ફેલાવા થાય છે. જંતાના મોટા ભાગ જૈન ગુરૂકૂળ સ્થાપવામાં પાછળથી સામેલ થશે, એવા સભવ રહે છે. તીથ સ્થળની પાસે જૈન ગુરૂકુળ સ્થાપવું એમ તમારા વિચાર છે, અને તેમાં મુખ્ય કારણ યાત્રિક જૈતેની મદદ મળવાનું દર્શાવા છે. તમારૂ લખવુ અમુક અપેક્ષાએ સત્ય છે. જડીઆ તીર્થં નર્મદાની પાસેના પ્રદેશમાં જૈન ગુરૂકુળ સ્થાપવામાં આવે તો ઠીક લાગે છે. તમે તમારા જેવા ત્રણ ચાર ગૃહસ્થાને જૈન ગુરૂકુળમાં આત્મભાગ આપવાને માટે ઉભા કરે તો તે ચેાગ્ય છે. નકામી તકરારામાં પક્ષ પાડીને જેતેા લાખા રૂપીઆનુ પાણી કરી દે અને આવી ઉત્તમ બાબતમાં લક્ષ્મી ખરચવા લક્ષ્ય રાખતા નથી, એ કેટલું બધું દિલગીર થવા જેવું છે ! ! ! જૈનાની લક્ષ્મીના જૈન ગુરૂકુળ જેવી સંસ્થાઓમાં વ્યય થાય તે જેતાની ભાવી પ્રશ્નના ઉદ્ધાર થયા વિના રહે નહિ. ગુરૂકુળ જેવી સસ્થા સ્થાપતાં આત્મભાગ આપ્યા વિના છૂટકો નથી. આડે દશ વર્ષથી જૈન ગુરૂકુલના ઉહાપોહ અનેક રીતે જાહેર કરાય છે પણ જેનેાના ભાવી ઉદય પ્રમાણે અનશે.
×
७७७
જૈનોના ઉદ્ય આવી સંસ્થાઓના માર્ગમાં પ્રવૃત્તિ કરતાં થવાના છે, એમ નક્કી માનશેા. દુઃખ વેઠીને પણ આ કાર્ય જૈનોએ કરવુ જ બેઇએ. જેનેાના ઉય માટે આત્મભાગ નહિ આપવામાં આવે તેા.. ભવિષ્યની જૈત પ્રજા માટે આપણે સાપ જેવા ગણાઇશું, ભવિષ્યની જૈન પ્રજાના ઉદય આ પણા ઉપર આધાર રાખે છે. જે જેને કાંઈ કરતા નથી અને જે કરે છે તેના સંબંધી લવારો કરે છે, એવા જૈનેની ટકટક ઉપર કઇ લક્ષ આપવું જોઇએ નહિ. તમા અન્ય કાર્યોંમાંથી ચિત્ત ખેંચી લઇને આવાં ઉત્તમ કાર્યામાં આપો તેા ભવિષ્યની જૈન પ્રજાને માટે ઉત્તમ બીજ વાવનારા ગણાશા. જૈન આને જાગૃત કરે. આ સબંધી વિશેષ પ્રયત્ન કરો. અમારે તા ઉપદેશ આપવાનુ કાર્ય છે. પણ તમારે તે કરવાનુ છે. આ સબંધમાં ખાનગી ગુરૂકુળના હિમાયતીનુ એક મડળ ભરીને વિચારો ફેલાવા તે શુભ પરિણામ આવશે. ૐ શાન્તિઃ વૈશાખ વિદ ૦)) ૧૯૬૮,
X
For Private And Personal Use Only