________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
જીવ પાછો ફરે એવું ન થાય તે માટે વારંવાર ઉપગ ધારણ કરવાની જરૂર છે.
કાવીઠા વૈશાખ વદિ ૧૦ સં. ૧૮૬૮.
મું. કાવીઠા ( બોરસદ પાસે) સં. ૧૮૬૮ ૨. વદિ ૧૦ સુ. સુ. વિ. યોગ્ય ધર્મ લાભ.
વિશેષ તમારે પત્ર આવ્યું છત્તાંત જાણે. લેભ કરવાથી ચિત્તની ચંચલતા થાય છે, અને તેથી અનેક પા૫ કૃત્યો સેવાય છે. જડ વસ્તુઓની પ્રાપ્તિથી ખરેખર આત્માને આનંદ મલાત નથી. પાડે સરોવરને જેમ ડેાળી નાખે છે તેમ લોભ રૂપ પાડે પણ શાનિત સરોવરને ઓળી દે છે. ભરૂપ સમુદ્રને પાર પામી શકાતું નથી અને તેથી અનેક જીવોને પરિતાપ ઉપજાવી શકાય છે. જેને દુનીઆની વસ્તુઓ નાકના મેલ સમાન લાગે છે તે સન્ત પુરૂષ પોતાના હૃદયની શુદ્ધિ કરીને આત્મતવ સન્મુખ થઈ શકે છે. સગ્રન્થ વાંચીને તેને અન્તસ્માં વિચાર કરવામાં આવે તે બાહ્ય લક્ષ્મી કરતાં આન્તરિક લક્ષ્મી ઉપર અનન્ત ઘણો પ્રેમ પ્રગટયા વિના રહે નહિ. જે વસ્તુ પિતાની નથી તેની પ્રાપ્તિ અર્થે જીવ વલખાં મારે છે અને તે વસ્તુઓનું પરમેશ્વર કરતાં અધિક ધ્યાન ધરીને પિતાની યાચક દશાનું સંસારમાં નાટક કરીને અને દેખાડે છે. વિષને વિષ તરીકે જાણિનાર તે અમૃતરૂ૫ રૂચિ ધારણ કરીને અમૃતને સેવક બનીને વિષના નાટકની મિથ્યા દશાને દૂર કરે છે. ઘડીમાત્ર શોક કરવાથી કંઈ વળવાનું નથી. સ્મશાન વૈરાગ્યનો ક્ષણ સ્થાયી સ્વભાવ છે. માટે જ્ઞાન ગર્ભિત વૈરાગ્યને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે અને આત્માના શુદ્ધ ધર્મની મૂર્તિ બનવા પ્રયત્ન કરે.
For Private And Personal Use Only