________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
AAAAAAAA
*- ,
,
+
+
+
ન
નનન
રસ્તે સુજા સત્ય તેમાં ચાલ નિદ્રા ત્યાગીને, ગુરૂગમ લઈ ઉત્સાહથી ઝટ પાન્થ આગળ ચાલજે; તું ધ્યાન કર તું ધ્યાન કરે નિજ આત્મ શુદ્ધ સ્વભાવનું, આનંદ અપરંપાર છે નિજ આત્મમાં એ જાણજે. ૫ સદ્ઘન્ય વાંચી આત્મના પન્થ વહ ઉમંગથી, વિકલ્પ પ્રગટે મોહના તે વાર ઉપયોગથી; દીધી શિખામણ શેઠની ઝાંપા સુધી કર નહિ અરે, “બુદ્ધયબ્ધિ” ધર્મેધમ કરી નિજ ધર્મને પ્રગટાવજે. ૬
સં. ૧૮૬૮ વૈશાખ વદિ ૧૦ કાવીઠા.
મુ કાવીઠા, મુ. અમદાવાદ ભ. સુ. જા. દ. . .
ધર્મ લાભ........... ...તમારા પત્રથી તમારી વૃત્તિ જાણું. વિવેક દષ્ટિથી જે વિચાર કરવામાં આવશે તે સાંસારિક પદાર્થોની તૃષ્ણા સમાવવાનો માર્ગ ખુલ્લે થશે. મેહની પ્રબળતાથી જીવ ઘેરાય છે અને તેથી તે ધર્મ માર્ગમાં પ્રેમ ધારણ કરી શકતું નથી અને કદાપિ કંઈ ધર્મ કરણી કરે છે તે તેમાં પરિપૂર્ણ લક્ષ્ય રાખી શકતા નથી. મેહના ઉદયથી દેવ ગુરૂનાં વચને ઉપર પણ પરિપૂર્ણ રૂચિ થતી નથી અને સ્વાર્થિક પ્રપમાં રૂચિ થાય છે. આવી દશા જેના હૃદયમાં તીવ્ર વર્તે છે તેને સંસારમાંથી એકદમ કયાંથી શ્રી શકાય? જીવ જાણીને પ્રમાદ કરે છે. પિતે જાણે છે કે મારું આયુષ્ય નિષ્ફલ ચાલ્યું જાય છે તે પણ તે આંખ આડા કાન કરીને આડા માર્ગે ચાલ્યો જાય છે અને દુકૃત્યોને કિંચિત માત્ર પણ પશ્ચાતાપ કરતા નથી. મેહનીય કર્મની ઘેનમાં ઘેરાએલો મનુષ્ય જે ક્ષણિક પદાર્થો છે તેમાં નિત્ય બુદ્ધિ ધારણ કરે છે અને લોકોત્તર સશુરૂના ઉપદેશને પણ હૃદયમાં ઉતારી શક્તિ નથી. બાહ્ય લક્ષ્મીની અસ્થિરતાના સંબંધથી જેનું ચિત્ત અસ્થિર છે તે બાહ્ય લક્ષ્મીના પૂજારી બનીને, સત્તાએ ત્રણ ભુવનના નાથ છતાં પણ સેવક બને છે અને સતિષ વિનાની જીદગી ગાળીને આત્મિક સુખની ગંધ પણ ગ્રહણ કરી શક્તા નથી. રત્ન દ્વીપમાં આવીને પત્થર લઈને
For Private And Personal Use Only