________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
સ્વરૂપ અવધવા માટે તીવ્રક્ષયોપશમની આવશ્કતા છે. પ્રત્યેક વિચારે કરવાની કળા પ્રાપ્ત કરવી જોઈએ. તસંબંધી પ્રથમથી કંઇક અવબોધવું જોઈએ. સર્વ બાબતના વિચાર કરતાં આત્મિકવિચારની વિશેષતઃ આવશ્યકતા છે. આત્માનું સ્વરૂપ ઓળખવું અને પરસંગતિ પરિહરવી એજ ચારિત્ર કોટિને ઉત્તમ સિદ્ધાન્ત પૂર્ણ અવાધાય તેવું મનન કરવું જોઈએ. સશુરૂ કૃપાથી ઘણું અવબોધાય છે.
ૐ શાંતિઃ ૩
પાદરા, ૧૯૬૮ ક. વદિ ૧૦ સુરતમાં સુશ્રાવક . નેમચંદભાઈ દેવચંદ એગ્ય ધર્મલાભ.
વિ. હાલમાં હું નિરૂપાધિ અને નિવૃત્તિસ્થાનમાં હોવાથી અને ઉપયોગી જ્ઞાનાદિક બાબતમાં જોડાવાથી પત્ર લખી શક્યા નથી. તમારી પાસે જે પુસ્તકો છે. તે વાચીને શાતિમય જીવન ગાળશે. જે જ્ઞાનથી સર્વ પ્રકારની વાસનાઓ ટળે છે અને સર્વ જી પર કરૂણાભાવ રહે છે, તેમજ સવ છે જેનાથી આત્મવત્ પ્રિય લાગે છે, તે જ્ઞાનની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરશે. તેનાથી હૃદયમાં સમતાભાવ ઉત્પન્ન થાય છે, એવા અધ્યાત્મ જ્ઞાનની પ્રાપ્તિ માટે પ્રતિદિન પ્રયત્ન કરશે. વૃદ્ધાવસ્થામાં વૈરાગ્યભાવનાથી આત્માની ભાવના રહેશે. દુર્જનમનુષ્યોના સહવાસથી દૂર રહેશે, અને તેઓને પણ સજજન કરી શકાય એવી શક્તિ પોતાનામાં દેખતા હો તે સુધારવાને માટે સંગતિને લાભ આપવો યોગ્ય છે. જેની સંગતિથી ચિત્તની ચંચળતા થાય તેવા મનુષ્યોની સંગતિથી દૂર રહેશે. આ કાળમાં જેની પાસે બેસવાથી ચિત્ત ઠરે એવાં સ્થાનકે અલ્પ છે. આત્માનું સાનિત ગુણ પેદા થાય તેવા કારણોનું અવલંબન કરવું. આત્માર્થિની સંગતિ નહીં મળે તે ધર્મનાં પુસ્તકો વાંચી શાન્તિમય જીવન ગાળશે.
રાન્તિ: રૂ
For Private And Personal Use Only