________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
પિતાની કેમ માનું? તેમાં હર્ષ શેક કેમ કરૂં? તેના ના હું કેમ દુઃખી થાઉં. મારૂ શરીર સર્વથી ન્યારૂ છે. સર્વ પદગલિક વસ્તુઓ મારાથી નારી છે. કોઈની થઈ . નથી ને થવાની નથી. નાહક મારી મારી કેમ માનું? મારૂં તે મારાથી પૃથ નથી, અને ન્યારૂ તે મારૂં નથી. જ્યાં રાગ ત્યાં ઠેષ, .જ્યાં પ્રીતિ ત્યાં ભીતિ, જ્યાં ભગ ત્યાં રે, જ્યાં સલાહ ત્યાં કલેશ, જ્યાં હાસ્ય ત્યાં શોક–એમ અરઘમાલ ન્યાયનું ચક્ર પરભાવે જીવને સદાકાળ લાગી રહ્યું છે. તેને પોતાનું માનવું તે દુઃખ છે, અને તેથી ન્યારા રહેવું તેમાં નિરૂપાધિપણે સુખ છે, અરે જીવની દયા કરે દયા કરે. અરે જીવને શું દુઃખ થયું છે. જે અનન્ત છે. પિતાના જીવને મોહરૂપ કસાઈ દુ:ખ આપે છે. તેને મારે છે, છેદે છે, રોવરાવે છે. તેનાથી પિતાના આત્માને છેડાવે. આત્મા તેનાથી કેમ છુટે? પુરૂષાર્થ કરવાથી આત્મસ્વરૂપ લખીએ તે એ મોહરૂપ કસાઈ આપોઆપ દૂર ખસે છે. આખા જગતમાં મેહથી અંધારૂ વ્યાપી જાય છે, તેને જ્ઞાનરૂપ સૂર્યનાં કિરણે ક્ષણવારમાં વિલય કરે છે. મેહ અંધારૂ, આત્મિકગુણોને અવલંબતાં ક્ષણવારમાં દૂર જાય છે. અરે શું કર્મનું જોર? હું સિદ્ધના સમાન છતાં કર્મવડે પરતંત્ર બન્યો છું.? હા બન્યો છું. પ્રત્યક્ષ તું રંક જેવો થયે છે, અને પરતંત્ર બન્યો છે. તારી પરતંત્રતા કયારે નાશ થાય કે જ્યારે તું પિતાને સ્વતંત્ર સમજે અને સર્વથી પિતાને ન્યારો ગણે ત્યારે. તું સ્વતઃ સ્વતંત્ર આપોઆપ પ્રકાશે. હું અને મારું આ પ્રત્યયથી તું બંધાય છે, અને હું કોઈને નથી, કોઈ મારૂં નથી, સર્વ સંબંધિવગમાં રહ્યા છતાં તેથી ત્યારે છું. શરીરમાં વસ્યા છતાં શરીરથી ન્યારો છું. બેલું છું છતાં બોલવાથી ન્યારો છું. ગમનાગમન કરૂ છું છતાં તેથી હું ત્યારે છું. મારૂં મારામાં સમાયુ છે. જેને ઈચ્છું છું તે મારામાં છે. જેના વિના હું દુઃખી 'થાઉં છું તે મારામાં છે, જેથી હું ત્રણ લોક દેખું તે જ્ઞાન ગુણ મારામાં છે. હું પોતે આત્મા સ્વપર પ્રકાશક છું, તેની મોટાઈ ત્રણ ભુવનમાં પણ માય તેમ નથી. તેની મોટાઈ તેનામાં સમાઈ છે, આ સંસારની ઉપાધિને ઘોર નિદ્રાલુની પેઠે ભૂલી જઉ તે મારું સુખ મને ભાસશે. મારા આમાના સ્વરૂપમાં ક્ષણે ક્ષણે જાગતે રહું તે સંસારમાં રહ્યા છતાં પણ અસંસારી કહેવાઉં. હું ત્રણ કાલમાં એકરૂપ છું. મારે કોઈ નાશ કરી શકતું નથી. હું ઉત્પન્ન થયે નથી માટે અજ છું. મારે કોઈ શત્રુ નથી. મને નિન્દા લાગતી નથી, સ્તુતિ પણ લાગતી નથી, અને મને ગાળ લાગતી નથી. કારણ કે હું આત્મા અરૂપી છું. તેને બીજી વસ્તુને સ્પર્શ નથી. તે નિંદા સ્તુતિથી મને
For Private And Personal Use Only