________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
ॐ नमोऽहते
મુ. મહેસાણા, શ્રી વિધાપુરાશ્રિત આત્મિકગુણાભિલાષક, સગભાવિતાત્મા, સ્યાદાદ તત્ત્વાભિજીજ્ઞાસુ, તત્ત્વયારાધક સ્વભાવ સાધક.......... યોગ્ય ધર્મ લાભ થાઓ. વિશેષ અદ્ર શાન્તિઃ અનાદિકાળથી વિચિત્રકર્મ ગ્રહી આ ચેતન જન્મ જરા મરણ વ્યાપ્ત ચતુર્ગતિમાં એકે દિયથી તે પચેદિયપર્યતના અવતાર ધારણ કરી ભગે. શું એમાં હેતુ–ઉત્તર, અજ્ઞાન– ચાર ગતિના છ અજ્ઞાનરૂપ અંધકારમાં હિતાહિત દેખી શકતા નથી. સિદ્ધ પરમાત્મા સદશ આ પ્રત્યક્ષ શરીરમાં અસંખ્યાતપ્રદેશે કરી વ્યાપેલો આત્મા તેને કેટલું દુઃખ ? દશા કેવી ? શરીરમાં શું સુખ? તે વિચારતાં વિવેક પ્રગટ થતાં ભાસે છે કે, અરે હું ફેગટ ઝાંઝવાના કૃત્રિમ, ક્ષણિક, અસત્ય નીરની શાન્તિની પેઠે આ ક્ષણિક દુઃખદ ભ્રમણારૂપ સંસારમાં સુખની બુદ્ધિથી જમણએ ભૂલ્ય અને સ્વગુણથી ડુ, અને પરભવમાં ફુલ્યો અને હજુ તેમાં રાગું છું, માગું છું. આત્મા તું તે નિરાકાર અને શરીર તે સાકાર-ચેતન ગુણવાન–અને પુદ્ગલ તો જડ,ચેતન અવિનાશી–અને શરીરરૂપ પુદ્ગલ વિનાશી ચેતનની અદ્ધિ નિર્મલ અખુટ અવિનાશી છે, અને પુદ્દગલની માનેલી બાદ્ધિ ભલીન, ક્ષણિક અને સગી વિયોગી છે. ૫ર વતુમાં સુખની બુદ્ધિથી
આ દેખાતી પૃથ્વીની મમતાએ, ધનની મમતાએ, રાજ્યની મમતાએ રાગદ્વેષે કરી કર્મ ઉપાછી નરકગતિના મેમાન થયા. હાલ થાય છે અને ભવિષ્યકાળે થશે. પરભાવે આત્મા અનાદિ કાળથી પરિભ્રમણ કરે છે પણ અંત આવ્યો નથી. હાલ કંઈક સામગ્રીની યોગ્યતા પ્રાપ્ત થઈ છે, તે કેમ હવે પ્રમાદ થશે? શું વારંવાર મનુષ્ય જન્મ પ્રાપ્ત થનાર છે? ના, નહીં. સંસારમાં અલભ્ય મનુષ્ય જન્મનું ફળ સંસિદ્ધ કરવું, એજ વિવેકની પરિસીમા છે. બાકી ખાવું, પીવું, ઉધ, સંસાર, વ્યવહાર દરેક ગતિમાં આ જીવે અનન્તીવાર કર્યો, પણ તેથી તેને ખરી શાનિત પ્રાપ્ત થઇ નહીં. પુણ્યથી થએલી જે લવલેશ શાતિ તેથી કઇ તાત્વિક શાંતિ મળી કહેવાય નહીં. આત્મામાં રહેલી તાત્વિક શાનિત આત્મજ્ઞાન વિના મળવી મુશ્કેલ છે. કસ્તુરીયા મૃગની પેઠે આ જીવ બાહિરૂથી (બીજી વસ્તુમાંથી ) શાન્તિ મેળવવા ધારે છે. ત્યાં સુધી સમજવું કે ખરૂં તત્વ તેના સમજવામાં આવ્યું નથી. જે છે તે આત્મામાં છે. આત્મામાં જ કરતાં સર્વ લભ્ય થાય છે. આત્માતિરિક્ત બાકીની વસ્તુઓને કે જે મારાથી ભિન્ન ત્રિકાલ છે, તેઓને
96.
For Private And Personal Use Only