________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७६०
પત્ર સદુપદેશ.
વૃદ્ધિ પામે છે. આત્માની પરમાત્મસ્વરૂપતા પ્રગટ કરવી તેને મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી. બાહ્ય ભપકાદેખી લોકો મેહ પામે છે. આત્મા તરફ જ્ઞાની વિના કોણ લક્ષ આપે ? આત્મહિત સાપેક્ષ ક્રિયા વિના ઉત્કૃષ્ટ ક્રિયા વિષ સમાન જાણવી. સાચાભાવે ચિત્તની એકાગ્રતાએ થોડી ધર્મક્રિયા પણ ઘણું ફળ આપે છે. જોકે કોઈને વખાણે અગર નિંદે તેની હાજી. હા ભણવી નહીં. ગુરૂનું તથા દેવનું સ્મરણ તથા તેમનાં વચનોની યાદી કરવી. ખરૂ પુછે તે શ્રદ્ધાજ ફળ આપનારી છે. ઠેકાણે ઠેકાણે ભટકવાથી શું? - ગુરૂએ જે જે ઉપદેશ દીધો હોય તે વિનયથી તેમને સંભારી સ્મરણ કરવાથી ચિત્ત ઠેકાણે આવશે, અને જ્યાં સુધી નેત્રમાં આંસુ ન આવે ત્યાં સુધી સમજવાનું કે સદ્ગુરૂ વચન પર શ્રદ્ધા થઈ નથી, તથા પ્રીતિ પણ થઈ નથી. કસાએલા, પાસ થએલા તમારા હૃદયમાં દેવ ગુરૂભકિતરૂપે કલ્પવૃક્ષ ઉગેલું છે, અને તેને હવે ફળ ફુલ, આવશે. જે જે ગ્રો વંચાવ્યા છે તે તે પિતાની મેળે ધ્યાન ધરી વાંચી જવા, અને સત્યમાર્ગે વર્તવું. સંસાર સાગર સગુણોથી તરાય છે. દેવગુરૂની પ્રીતિ ભક્તિ વિના ગુણે પામી શકાતા નથી. સદગુરૂની નિંદા સાંભળવી નહીં. તેમના ગુણે પ્રકાશવા. પ્રશંસા અને નિંદા, આત્માના ઘરની નથી. તેથી સમજવું કે, નિંદા અગર સ્તુતિ, કીતિ એ તે પુલ છે, તેથી સારે છેઆત્મા થતું નથી, માટે તે તરફ લક્ષ દેવું નહીં. બાહ્ય સંસારમાં રહ્યા છતાં પણ ન્યાય, નીતિ, વિનયથી ધર્મનું સેવન કરવું. મોરનાં ઈડને કણ ચિતરે છે? તેમ તમને શું વધારે કહેવું? જે કહેવાનું છે તે તમારા આત્મામાં છે. તમારા આત્મામાં જ્ઞાનાદિ ગુણેને અક્ષય ભંડાર ભર્યો છે. તેને શી બીજી ચિંતા? આયુષ્ય ક્ષણે ક્ષણે ઓછું થાય છે માટે પ્રમાદમાં કાળ વ્યતીત કરવું નહીં. ધર્મ ધ્યાન કરશે. સતત આત્મોન્નતિમાં તત્પર રહેશો. # શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ |
For Private And Personal Use Only