________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૭પ૭
રૂપે નથી, તે પણ મનોવૃત્તિએ. બહિગમનને દઢ સંસ્કાર કર્યો છે, તેથી કારણ સામગ્રી યંગે મન, આત્માના તાબામાં નહીં રહેતાં છટકીને ભટકે છે. મનોનિગ્રહ કર્યા વિના સુખની આશા ઝાંઝવાના જળની પેઠે ભ્રમણરૂપ છે. મન અને મર્કટ બે અતિ ચંચળ છે. માટે જ્ઞાનીઓ મનને મર્કટની ઉપમા આપે છે. ગમ, નિયમ, તપ, તપ, સર્વ મનોનિગ્રહ અથે છે. મનોનિગ્રહ કરવાને તત્પર થએલા ઘણાં છો આડા અવળાં ફાંફાં મારી અને તે થાકે છે; કારણ કે મેટી અગર નાની કુંચીઓને જ ભેગું કરવાથી શું ? આપણે ધારેલું તાળું ઉધેડવું હોય તે જે બેસતી આવે તે કુંચીની જ જરૂર છે. બીજી કુંચીથી તાળું ઉઘેડતાં કાંતે કુંચી ભાગે અથવા તાળું બગડે. માટે સશુરૂએ બતાવેલી ગુરૂગમરૂપયુક્તિકુચીથી કમનું તાળું ઉઘેડી શકાય છે, અને મને નિગ્રહ સહેજે બને છે. સ્વેચ્છાએ લા પ્રયત્નથી જે કાર્ય સિદ્ધ થતું નથી, તે કાર્ય ગુરૂગમ કુચીથી સહેજમાં બની આવે છે. સદગુરૂ વિધાસી અને સલ્લુરૂના અન્તઃકરણથી શુદ્ધ ભકત જે આત્મહિત હરેક રીત્યા કરે છે તે અન્યથી કેટી પ્રયત્ન થવું મુશ્કેલ છે. આપણું મન કેવું છે? અને તેને નિર્વિષ બનાવવું એ ગુરૂ કૃપાધીન છે. ભલે વેદ નામ ધરાવી સહસ્ત્રશઃ માનવે દવાઓ કરે કિંતુ અનુભવી સદ્દગુરૂ, અંતઃકરણના વિકલ્પસંકલ્પગે થએલા અનેક રોગોને સહજવારમાં દૂર કરે છે.
गुरु नामकी औषधी, प्रेमे प्रेमी खाय, मन पुष्टि सुख शान्ति दे अजर अमर हो जाय.
મુહી દત્તપરમાત્મા નામને મન્ત્રોચ્ચારણ કરતાં ચિત્તની પ્રસન્નતા થાય છે. રાગ, દ્વેષ દૂર થાય છે. શ્રદ્ધા ભક્તિથી સદગુરૂનું સ્મરણ કરતાં ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય છે. અનાયાસ મા ગુરૂ ત્રિવિધ તાપને દૂર કરે છે. વિચિત્ર શક્તિ એ છે કે શ્રદ્ધાભક્તિથી ગુરૂનામોચ્ચારણ કરતાં અનંત ભવનાં પાપ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. મને નિગ્રહ થવા અથે ગુરૂભક્તિ, ગુરૂમરણ, ગુરૂનામ સમાન અલાકિક આંષધિ કેઈ, નથી. વૈરાગ્ય, સમતા, કદી ન પ્રાપ્ત થનાર તે પણ ગુરૂપ્રભુ નામ મંત્ર સ્મરણ કરતાં પ્રાદુર્ભવે છે, તે મનના સંકલ્ય વિકલ્પને જય થાય એમાં શી નવાઈ!!! અલબત કંઈ નહીં, મન નવરું બેશી શકતું નથી. માટે તેને કેઈ કાર્યમાં અવશ્ય લગાડવું જોઇએ. મનને ગુરૂ પર દોડાવતાં સ્વાભાવિક
For Private And Personal Use Only