________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
9૫૫
વેગે ભોગાદિક પ્રવૃત્તિ થતી હોય તે પણ જ્ઞાની વિરાગ્ય બળે અંતર્થી ન્યારો વતી અપુનર્બન્ધકત્વ પ્રાપ્ત કરીને આત્માભિમુખતાને સેવતે જાય છે. સંસારનાં સુખ વિષ્ઠા સમાન અને ગૃહાદિક જાજરૂ સમાન સમજીને શ્રમણભાવનાથી પુનઃ પુનઃ જાગૃતિ કરવી. સર્વસંગપરિત્યાગરૂપદ્રવ્યસંયમ વિના ભાવ સંયમની દશા પ્રાપ્ત કરવી મહા દુર્લભ છે, એમ તીર્થંકરનાં વચને અનુભવથી જોતાં સત્ય જણાશે, એમ અમને ભાસે છે. સંસારમાં રહેતાં પણ શાની સંસારને બંદીખાનું સમજે છે, તેથી તે જલપંકજવત ન્યારે વર્તી શકે છે. અનંતભવનાં બાંધેલાં કમ વિખેરવાને માટે મનુષ્ય જન્મમાં યથાયોગ્ય સામગ્રી મળી છે, તેને યથાશક્તિથી સ્વીકાર્યમાં પ્રવર્તાવજે, આત્મસ્વરૂપ ભાવ, રાગાદિકને ઉપશમાવજે, અંતરાત્મદેવને એકાતમાં જ્ઞાન દ્વારા ધ્યાવજે. ચિત્તવૃત્તિને અન્તમાં રમાવજે. સદ્ગુરૂની આજ્ઞા મસ્તકે ચઢાવી મળેલા મનુષ્ય જન્મથી સ્વઋદ્ધિ મેળવજો. ખરેખર સુખ તે અન્તમાં છે તેના ભેગી જેગીને પુનઃ પુનઃ નમન હો. હર્ષથી ધર્મ માર્ગમાં પ્રવૃત્તિ કરે. જે શાન્તિઃ ૩
મુe માણસા.
કિન્તુ વસ્તુતઃ નાસાતીતના ધમ લાભ પૂર્વક શા. મોહનપત્રધારા તમારા સમાચાર જાણ્યા. વિશેષ હું ક્ષેત્ર સ્પર્શના અવધિએ અત્ર છું. અન્તર્ અસખ્યાતપ્રદેશી લોકાલોક પ્રકાશક ક્ષેત્ર છે, તેનાથી તમે ભિન્ન નથી. તેનું અવલોકન અન્તર્ દૃષ્ટિથી કરશે. વિદ્યાપુર તરફ આવવાને પરિણામ મંદ છે. હવે થોડા દિવસ પશ્ચાત અન્યત્ર ગમન થશે. તમારી શાન્તિ તમારી પાસે છે. ક્ષણે ક્ષણે અન્તર્ ઉપયોગ રાખો. ધૂમાડાના બાચક સમાન આ ચક્ષુએ દેખાતું ધન પિતાનું માની નાના મોટા, સુખી દુઃખીને, દુનિયા મનુષ્યો પ્રતિ વ્યવહાર કરે છે, તે વ્યવહાર કલપનારૂપ અસત્ય જાણી અખંડ અક્ષય ધન પ્રતિ લક્ષ્ય આપવું. સંસાર જાણે મોટું સ્વપ્ન. તેમાં શું ખરૂં? સ્વપ્નાને જાણનાર પિતે એક ખરેરવિ રાતિઃ શાંતિઃ શાન્તિઃ
For Private And Personal Use Only