________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
નથી અજ્ઞાનથી શાન્તિ, ખરૂ સુઝે નહીં મહે; જગતના અંધકહેળામાં, ક્ષણિક સંસારના મેળા. જીવોને બાંધતી માયા, અનાદિથી બન્યું એવું; હવે તે ચેતવું સારૂં, ક્ષણિક સંસારના મેળા. ક્ષણિકનો પ્રેમ ક્યાં સુધી, ક્ષણિક વસ્તુથકી નહિ સુખ; હૃદયના ઘા રૂજાવી લો, ક્ષણિક સંસારના મેળા. અનુભવ આવશે જ્ઞાને, લખેલું સત્ય સમજાશે. ફકીરી હા અમીરીમાં, ક્ષણિક સંસારના મેળા. ક્ષણિક વૈરાગ્યને રાગ જ, અવસ્થા એક સમતાની; લહે કોઈ યોગીઓ તેને, ક્ષણિક સંસારના મેળા. મનુષ્યની જીંદગી દુર્લભ, ભલા માટે કરો ઉપયોગ,
બુધબ્ધિ લેખ વાંચીને, અધિકારે કરે ધર્મ જ. ૭ મનુષ્યના શિર પૂર્વ કર્મના ઉદયે દુઃખ આવી પડે છે પણ દુઃખને અનુભવ સુખની પ્રાપ્તિ માટે જ્ઞાનીને બની શકે છે. તે સર્વે સારા માટે બને છે. મનુષ્ય એક વખત ભૂલે છે પણ બીજી વખત તો ચેતીને ચાલે છે. સદાને માટે બ્રહ્મચર્ય ધારણ કરવાને ભાવ થાય છે તે પણ આદરવા યોગ્ય છે, પણ તે બ્રહ્મચર્ય ગુણધારણ કરવાની શક્તિ પિતાનામાં છે કે નહિ તેને પિતાની મેળે ખ્યાલ કરવો. પ્રસંગોપાત્ત ચેતવણી આપી છે. મારી ફરજ મેં બજાવી છે. આ સંસારમાં સુખ નથી એમ જે નિશ્ચય થયો હોય તે હવે ઉપાધિમાં પડવું એગ્ય નથી. ધર્મ સાધન કરશે. ધર્મનાં પુસ્તક વાંચશે. પત્રનું રહસ્ય વિચારશે. 3ૐ શારિત રૂ. સંવત ભાદ્રપદ સુદિ ૧૧.
For Private And Personal Use Only