________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७४९
પત્ર સદુપદેશ.
ॐ नमः पार्श्वनाथाय.
મુ. મુંબાઈ તા સુબ્રાવક ...................... એગ્ય ધર્મ લાભાશીઃ વિશેષ તમારે આજ રોજ પત્ર આવ્યો તે પહે છે. તમારી પત્નીએ દેહોત્સર્ગ કર્યો તેથી તમારા મનમાં ઘણું લાગે એ બનવા યોગ્ય છે. સાંસારિક સંબંધ ક્ષણિક છે, અનેક ભવમાં અનેક વખતે સ્ત્રી તરીકે આત્માને અવતરવું પડયું, તેમજ અનેક ભવમાં પુરૂષ તરીકે અવતરવું પડયું છે. જગતમાં સર્વત્ર પંખીના મેળા છે. વિષયના સંબંધે જીવને બાહ્યપાલિકદશામાં જે જે વિચારો થાય છે, તે તે પરિહરવા ગ્ય છે. ક્ષણિક સંબંધોમાં ક્યાં રાચવું? અને માં વિશ્રામ લેવો? વિષય સ્વાર્થના સંબંધે અને વિષસમા લાગશે ત્યારેજ આગળનો માર્ગ સૂઝશે. બાહ્ય પદાર્થો પર રાચવું એ મેહ ચેષ્ટાનું લક્ષણ છે. જગતમાં નામ અને રૂપને નાશ છે. કોઈને સંબંધ સદાકાળ રહેવાને નથી.
આંખો ઉઘાડી જોઈ લે, સંસાર છે મોહે ભર્યો; સબંધ સર્વે કારમા, સંબંધ જે તે શું? કર્યો. વૈવન અવસ્થા નહિ રહે, શોભા સહુ ખાલી જશે; જે વિષયના પ્રેમી બન્યા તે, દુઃખ અન્ત પામશે. ચાલ આગળ ચાલ આગળ, મેહ માયા પરિહરી; પત્ની જ કઈ નહિ સદાની, ચેત દીલમાં હરઘડી. આ વિશ્વમાં અમૃત અને વિષ, બેઉ તેમાં પાર; ઝટ ઝેર ત્યાગીને અરે શુભ, દીલમાં અમૃત ધો. હારૂં જ હારી પાસે છે સુખ, બાથમાં ભમવું નહીં, વ્યવહારની જંજાળમાંહીં, ચેતતા રહેવું અહીં. શુભ ધ્યાનમાં મસ્તાન થઇ,નિજ શુદ્ધ આત્મામાં રહે; આનન્દદાયક સશુરૂના રંગમાં રાચી રહે.
કવાલી.
જગત છે ખેલ બેરંગી, સદા નહિ કોઈ રહેવાનું; સગાં વહાલાં રહે નહિ કેઈ, ક્ષણિક સંસારના મેળા.
For Private And Personal Use Only