________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૧૭૫
-
-
-
-
-
-
-
-
-
-
-
જાય છે. માટે આ હિતશિક્ષાને ઉપાય આ પત્ર વાંચી અમલમાં મૂકશે. સદાકાળના માટે સામાયિક કરીને વા બીજી રીત્યે પણ આ ઉપાય અમલમાં મૂકશે. મનને વશ કરવા માટે અન્ય ઉપાય એ છે કે મનમાં ખરાબ વિચાર થવા દેવો નહીં. મનમાં થતા ખરાબ વિચારોને અટકાવવા. ખૂબ જુસ્સાથી સારા વિચારો કરશો કે તુર્ત ખરાબ વિચારો અટકી જશે. કેઇના સુંદર, શબ્દના રાગમાં તથા કોઇના સુંદર રૂપમાં અને ગંધમાં મોહિત થવું નહિ. મનમાં એમ સમજવું કે પુદગલની-એ સર્વ કારમી લીલા ક્ષણ વિનાશી છે. એમાં આત્માને આનંદ નથી. આ પ્રમાણે હૃદયમાં સારા વિચારો કરશે તે મને સહેજે ઠેકાણે આવશે. મનને કોઈ પણ વસ્તુમાં લક્ષ્ય રાખી સ્થિર કરવું જોઈએ. એક આત્માના અનંત ગુણ છે તેમાંથી ગમે તે એક ગુણ લેઈને તેના સ્વરૂપમાં મનને તલ્લીન કરવું. ગુરૂભક્તિમાં મનને તલ્લીન કરવામાં આવે તે વિશેષતઃ તલ્લીન થાય છે. મનમાં રાગદ્વેષના વિચારે પ્રગટ થતાં વેંત જ તેને દાબી દેવાથી મનની સમાનતા જાળવી શકાય છે, હાલતાં ચાલતાં, ખાતાં, પીતાં, અને કાર્ય કરતાં પણ મનની સમાનતા જાળવી રાખવા પ્રયત્ન કરે. મનને અમુક રીતે વશ કરવાથી સંયમ શક્તિ ખીલે છે, ધ્યાનમાં પ્રવેશ થાય છે, અને અંતે સમાધિપદ પ્રાપ્ત થાય છે. વ્યાવહારિક જીવનકળાના અભ્યાસો ખીલવતાં પણ આવી આત્મિક અંદગી ગાળશે તે વ્યાવહારિક સ્થિતિની પણ ઉન્નતિ થશે. મનને એકાગ્ર કરવાની ટેવથી જે જે સંકલ્પ કરશે તે તે સંકલ્પ સિદ્ધ થશે. તેમ મનને કેળવવાની કેળવણી લેશો તે ઉચ્ચ જાતિનું મન બનશે, અને તે પરમ પુરૂષાર્થમાં સાડાયી બનશે. પ્રિય ભવ્યાત્મન ! જાગ્રત થાઓ, પ્રમાદ પરિહરે. પિતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે શિર સાટે પ્રયત્ન કરે, અલખનું ગાન જગાવે, મનને દ્રઢ બનાવો. ખરેખર આ પ્રમાણે અભ્યાસ કરશે તે અલ્પકાળમાં આનંદ જીવન પ્રદેશમાં પ્રવેશ કરશે, અને આનંદમય બની શકશે. તમારા સંગીઓને પણ વિરપ્રભુની પિઠે લાભ આપશે, તમારું ભવિષ્ય સુધારવું તમારા હાથમાં છે. શાંન્તિ: રૂ.
For Private And Personal Use Only